ખાસ-ખબર સંવાદદાતા
રાષ્ટ્રીય સેવા યોજના એન.એસ.એસ.ના લીડર્સ જાદવ જાનકીએ પસંદગી અને પર્ફોમન્સના અનેક રાઉન્ડમાં ઉત્તમ પ્રદર્શન કરી દિલ્હી ખાતે 1 મહીનો કડક લશ્કરી અનુશાસનમાં તાલીમ મેળવ્યા બાદ 26મી જાન્યુઆરીના રોજ કર્તવ્યપથ પર રાષ્ટ્રીય પરેડમાં પર્ફોમ કરી ત્રીજી હરોળમાં આગવું પ્રદર્શન કરી લાઈફટાઈમ અચીવમેન્ટ મેળવી કોલેજ, પરિવાર, સમાજ અને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર દેશમાં એન.એસ.એસ.ના 40 લાખ વોલંટીયર્સમાંથી માત્ર 200 એન.એસ.એસ. વોલંટીયર્સને અંતીમ રાઉન્ડમાં પસંદ કરી કર્તવ્ય પથ પર પરેડ કરવાનું સૌભાગ્ય મેળવ્યું છે. સાથેસાથે દેશના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ સહિતના અનેક મહાનુભાવોને મળી વાતચીત કરવાની અને લંચ કરવાની અમૂલ્ય તક પ્રાપ્ત કરશે. એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફીસર ડો. યશવંત ગોસ્વામીએ જણાવ્યું કે એ જ રીતે મહારાષ્ટ્રમાં નાસીક ખાતે આયોજિત 27માં નેશનલ યુથ ફેસ્ટીવલમાં સમગ્ર ગુજરાતની 60 યુનિ.માંથી એકમાત્ર કણસાગરા કોલેજ એન.એસ.એસ. વોલંટીયર્સ બોરીચા હેમાંગીની પસંદગી થતાં તેમણે નેશનલ યુથ ફેસ્ટીવલમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ઉત્તમ પર્ફોમન્સ આપ્યું છે. બંને એન.એસ.એસ. વોલંટીયર્સને સૌ.યુનિ. એન.એસ.એસ. કો-ઓર્ડિનેટર પ્રિ.ડો. એન. કે. ડોબરીયા, પ્રિ.ડો. જ્યોતિબેન રાજ્યગુરુ, કોલેજના ટ્રસ્ટના પ્રતિનિધિ ડો. રાજેશ કાલરીયા અને સમગ્ર સ્ટાફ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.