સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર તિરંગામય બન્યું
કલેક્ટર સહિત સમગ્ર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓએ હાથમાં તિરંગા લઈને રાષ્ટ્રપ્રેમની અભિવ્યક્તિ કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ,
સમગ્ર દેશ સાથે સમગ્ર રાજ્યમાં પણ રાષ્ટ્રભક્તિના રંગો છવાયેલા છે. ત્યારે તેમાં ગીર સોમનાથ જિલ્લો પણ પાછળ નથી. ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ઈણાજ ખાતે આવેલા જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરની નિશ્રામાં સમગ્ર વહીવટી તંત્ર એકસાથે જિલ્લા સેવા સદનના પટાંગણમાં એકત્રિત થઈ સામૂહિક રીતે ઝંડો હવામાં લહેરાવીને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગી થયું હતું.
જિલ્લા સેવા સદન ખાતે શૌર્ય, સાહસ, હરિયાળી અને શાંતિના રંગો હવામાં વહીને ભારતમાતાના રાષ્ટ્રગાનનું ઉદ્વગાન કરતા હોય તે રીતે હવામાં ફરફરી ઉઠ્યાં હતાં. સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર રાષ્ટ્રભક્તિમાં લીન થયું હતું.