ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલય દ્વારા વીરપુર કેન્દ્ર ખાતે વિશેષ રક્તદાન મહા શિબિરનું આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રિય સ્તરના અભિયાનની શરૂઆત કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા દ્વારા 17 ઓગસ્ટે દિલ્હી થી કરવામાં આવી હતી. ગુજરાતના 400થી વધુ બ્રહ્માકુમારી સેવા કેન્દ્રોએ રક્તદાન મહાદાન શિબિરમાં ભાગ લીધો.
- Advertisement -
વીરપુરના ઈશ્વરીય બ્રહ્માકુમારી વિદ્યાલયમાં 25 ઓગસ્ટે રક્તદાન કેમ્પનું દીપપ્રગટ્ય ગુરુકુળના સ્વામી વિશ્વવિહારી દાસજી, પૂર્વ આરોગ્ય ચેરમેન જનકભાઈ ડોબરીયા, ડો. ઉમેશભાઈ ધામેલીયા, બાબુ સાહેબ ડોબરીયા તથા ગાયત્રી મુક્તિધામના પ્રમુખ અનિલભાઈ વઘાસીયાએ કર્યું. બહેનો અને વીરપુર વાસીઓ દ્વારા 60થી વધુ રક્ત બોટલ એકત્ર કરવામાં આવી હતી. બ્રહ્માકુમારી સંસ્થાની બહેનો અને ભાઈઓના યોગદાનથી આ રક્તદાન અભિયાન સફળ રહ્યું. સુશીલાબેન અને જયશ્રીબેન દ્વારા રક્તદાતાઓ અને સહભાગીઓને આભાર વ્યક્ત કરવામાં આવ્યો.