મોરના મોત માટે જવાબદાર વિન્ડ વર્લ્ડ કંપની જ છે : ગ્રામજનો
અનેક રજૂઆત, ફરિયાદ અને નોટિસ બાદ પણ કંપની બર્ડ્સ ગાર્ડ લગાવતી નથી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વડાળી ગામે 20 દિવસ પૂર્વે ડઝનબંધ રાષ્ટ્રીય પક્ષી મોરના મોત થયા હતા. તે સમયે કારણ સામે આવ્યુ હતુ કે વિન્ડ વર્લ્ડ કંપનીએ પવનચક્કી માટે નદીમાં નાખેલા વીજપોલ વીજપોલ જમીનદોસ્ત થઇ જતા આ મોરના મોત નીપજ્યા હતા. તેમજ તે ઘટનાના 10 દિવસ બાદ ફરી બે રાષ્ટ્રીય પક્ષી મોરના મોત નીપજ્યા હતા તે સમયે આસપાસના ખેડૂતોએ આરએફઓને આ અંગે જાણ કરી હતી. આરએફઓની ટીમ તાત્કાલીક બનાવ સ્થળે પહોંચી મોરના મૃતદેહ લઇ તેને પીએમ અર્થે ખસેડ્યા હતા. પીએમ રીપોર્ટમાં પણ મોરના મોત કરંટ લાગવાથી થયાનો ઘટસ્ફોટ થયો હતો. તેમ છતા વિન્ડ વર્લ્ડ કંપનીએ વીજપોલ ન હટાવ્યા. અને અરજદાર રજૂઆત કરવા જાય તો તમારે જ્યા ફરિયાદ કરવી હોય ત્યા કરી લ્યો અમારી પહોંચ ઉપર સુધી છે તેવા ઉડાવ જવાબ આપે છે.
ત્યારે વડાળી ગામ બાદ ભેટસુડા ગામે રાષ્ટ્રીય પક્ષી મોરના મોત થયાનું બહાર આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. તેમજ આ ઘટના અંગે આરએફઓને જાણ કરવામાં આવતા સોમવારે રાત્રે આરએફઓની ટીમ પહોંચી હતી. અને મોરના મૃતદેહ લઇ પીએમ અર્થે મોકલ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યુ છે. તેમજ ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યુ કે કંપનીમાં અનેક રજૂઆત કરી છે સંબંધિત વિભાગોમાં ફરિયાદ કરી છે તેમજ નોટીસ પણ પાઠવવામાં આવી છે તેમ છતા કંપની દ્વારા સરકારી નિયમ મુજબ વીજવાયર પર બર્ડસ ગાર્ડ લગાવવામાં આવ્યા નથી.
રજૂઆત કરનાર સામે કંપનીએ પોલીસમાં અરજી કરી
કંપની સામે રજૂઆત કરનાર વ્યક્તિની વાત સાંભળી યોગ્ય કરવાને બદલે વિન્ડ વર્લ્ડ કંપનીએ પોલીસમાં તે વ્યક્તિ સામે પોલીસમાં અરજી કરી હોવાનું પણ સામે આવ્યુ છે.
- Advertisement -
આ ગંભીર મુદ્દે રાજકીય આગેવાનો પણ આગળ આવે તે જરૂરી
કંપની વિરુદ્ધ કાર્યવાહી નહીં કરાઇ તો ચોટીલા પંથકમાં મોરની પ્રજાતિ નાબૂદ થઇ જશે : ચોટીલા તાલુકા પંચાયત પ્રમુખ, ભાવનાબેન કુકડીયા
ભેટસુડા ગામે રાષ્ટ્રીય પક્ષી મોરના મોત થતા ચોટીલા તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન કુકડીયાએ ચોટીલાના મામલતદાર, પ્રાંત અધિકારી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, નાની મોલડી પોલીસ સ્ટેશનના પીએસઆઇને રજૂઆત કરી કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ તેમજ કંપની વિરુદ્ધ કાર્યવાહી નહીં કરાઇ તો ચોટીલા પંથકમાં મોરની પ્રજાતિ નાબૂદ થઇ જશે તેમ અંતમાં જણાવ્યુ હતુ.