‘64 – હળવદ ધ્રાંગધ્રા 02’ નામના વોટ્સએપ ગ્રુપમાં મહિલા કાર્યકરો પણ સામેલ
વિધાનસભા ચૂંટણી સમયે પ્રચાર પ્રસાર માટે બનાવેલા વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટો વાયરલ થતાં ભાજપની આબરૂના લીરેલીરા ઉડ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની ચુંટણી સમયે હળવદ ધ્રાંગધ્રા મતવિસ્તારમાં ભાજપના પ્રચાર પ્રસાર માટે બનાવેલા વોટ્સએપ ગ્રુપમાં બુધવારે એક બિભત્સ ફોટો નાખવામાં આવ્યો હતો જેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયાામાં વાયરલ થયા છે જોકે આ વોટ્સએપ ગ્રુપમાં ભાજપના મહિલા નેતાઓ સહિત ભાજપના હોદ્દેદારો પણ સામેલ હોય આ ગ્રુપનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હળવદ શહેરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીના 64 – હળવદ ધ્રાંગધ્રા 02 નામના વોટ્સએપ ગ્રુપમાં બુધવારે કોઈ વ્યક્તિએ બિભત્સ ફોટો નાખીને સમગ્ર ગ્રુપમાં ચર્ચાનો મુદ્દો બનાવ્યો હતો જેમાં વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપનો પ્રચાર પ્રસાર થાય અને જંગી લીડથી ભાજપની જીત થાય તેવા ઉદેશથી બનાવેલા આ વોટ્સએપ ગ્રુપનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હળવદ ભાજપની આબરૂના લીરેલીરા ઉડ્યા હતા. આ ગ્રુપમાં ભાજપના ટોચના નેતા કહી શકાય તેવા હોદ્દેદારો પણ આ ગ્રુપમાં હોવાથી આ બિભત્સ ફોટો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે જોકે વોટ્સએપ ગ્રુપમાં ફોટો નાખનાર વ્યક્તિને આ ઘટનાની જાણ થતા ગઈકાલે ફોટો ડિલીટ કરી નાખવામાં આવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તો આ વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યા હતા.