નાસાને વધુ એક મોટી સફળતા મળી છે. નાસાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ”ડાર્ટ મિશન” સફળ સાબિત થયો છે. પૃથ્વીને બચાવવાના ઉદ્દેશ્ય સાથે એસ્ટરોઇડ (asteroid)ને ધડાકાભેર ટક્કર મારવા માટેનું ડાર્ટ મિશન સફળ થયું છે.
અમેરિકી સ્પેસ એજન્સી નાસા (NASA)ને વધુ એક મોટી સફળતા મળી છે. તેના તરફથી થોડા દિવસો પહેલા ડબલ એસ્ટરોઇડ રીડાયરેકશન ટેસ્ટ (DART) મિશનના સ્પેસક્રાફ્ટને ડીડીમોસ (Didymos) એસ્ટરોઇડની ચારેય બાજુ ફરી રહેલા નાના એસ્ટરોઇડ ડાઈમૉરફોસ (Dimorphos) સાથે અથડાવવામાં આવ્યું હતું. હવે નાસાએ એક નિવેદનમાં કહ્યું છે કે, તે ટક્કરના કારણે એસ્ટરોઇડને બીજી દિશામાં ધકેલી દેવામાં આવ્યો છે.
- Advertisement -
19 મીટરના સ્પેસક્રાફ્ટથી 163 મીટરના એસ્ટરોઈડને મારી ટક્કર
જારી કરાયેલા એક નિવેદનમાં નાસાએ કહ્યું છે કે, ડબલ એસ્ટરોઇડ રીડાયરેકશન ટેસ્ટ તરફથી સફળતાપૂર્વક ડાઈમૉરફોસ એસ્ટરોઇડની દિશાને બદલી નાખવામાં આવી છે. હવે તે બીજી ભ્રમણકક્ષા તરફ આગળ વધી ચૂક્યો છે. સ્પેસ એજન્સી નાસાનું આ એક મહત્વાકાંક્ષી મિશન રહ્યું, જેને તે હવે માનવતા માટે એક ઐતિહાસિક ક્ષણ તરીકે વર્ણવી રહ્યું છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે, ડબલ એસ્ટરોઇડ રીડાયરેકશન ટેસ્ટ (DART) મિશનના સ્પેસક્રાફ્ટની લંબાઈ માત્ર 19 મીટર હતી. એટલે કે એક સામાન્ય બસ કરતાં પાંચ મીટર વધુ. જ્યારે સ્પેસક્રાફ્ટે જે નાના એસ્ટરોઇડ ડાઈમૉરફોસને ટક્કર મારી છે, તેની લંબાઈ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા લગભગ બમણી છે. સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની લંબાઈ 93 મીટર છે. જ્યારે ડાઈમૉરફોસની લંબાઈ 163 મીટર છે.
NASA says spaceship successfully deflected asteroid in test to save Earth, reports AFP
— ANI (@ANI) October 11, 2022
- Advertisement -
સ્પેસક્રાફ્ટની આગળની બાજુએ લગાવ્યા હતા DRACO કેમેરા
અહીં એ સમજવું પણ જરૂરી છે કે જે એસ્ટરોઈડ સામે આ મિશન હાથ ધરવામાં આવ્યું હતું, વાસ્તવમાં તેનાથી પૃથ્વીને કોઈ ખતરો નહોતો. નાસાને આ વાત પહેલેથી જ ખબર હતી, તેથી આ એસ્ટરોઇડ સામે ડાર્ટ મિશન હાથ ધરવામાં આવ્યું હતું. ડાર્ટ મિશન પર કામ કરી રહેલા વૈજ્ઞાનિકો માટે સૌથી મોટો પડકાર લાખો કિલોમીટર દૂર સ્થિત નાના એસ્ટરોઇડ ડાઈમૉરફોસને સ્પેસક્રાફ્ટથી સચોટ રીતે ટક્કર મારવાનો હતો. આ સમસ્યાના ઉકેલવા માટે નાસાએ સ્પેસક્રાફ્ટની આગળની બાજુએ DRACO કેમેરા લગાવ્યા હતા. તેમાં ઓટોમેટિક નેવિગેશન સિસ્ટમ SMART Nav લગાવવામાં આવી હતી. જે પૃથ્વી પર બેઠેલા એન્જિનિયરોને તેની દિશા અને ગતિ બદલવામાં મદદ કરી રહી હતી. તાત્કાલિક નેવિગેશન સિસ્ટમથી મળેલી સૂચનાના આધારે તેને તે તરફ વાળવામાં આવ્યો હતો. હવે તે સમયે એ સ્પષ્ટ ન હતું કે એસ્ટરોઇડ તેની જગ્યાએથી કેટલો હલી ગયો છે. પરંતુ હવે જે પરિણામો આવ્યા છે તે નાસા માટે પ્રોત્સાહક છે. માત્ર ટક્કર જ નથી મારી પરંતુ એસ્ટરોઈડની દિશા પણ બદલી નાખી છે.