અમેરીકી અવકાશી સંસ્થા નાસાએ સૂર્ય મંડળના સૌથી નાના ગૃહ બુધની તસ્વીર જારી કરી છે. બુધ ગ્રહની કક્ષામાં ચકકર લગાવી રહેલા મેસેંન્જર અંતરીક્ષ વાને આ તસ્વીર ખેંચી છે. બુધ પણ બ્લુ અને પીળા રંગમાં કેટલાંક અંશે પૃથ્વી જેવો જ નજરે પડી રહ્યો છે.સાથોસાથ અનેક સ્થળોએ સફેદ રંગની રોશની પ્રકાશ પણ દેખાય છે. ગ્રહમાં દેખાતો પીળો રંગ ચટ્ટાન હોવાનું દર્શાવે છે. બ્લુ રંગ ખનીજ સંપતી હોવાનું તથા સફેદ રંગ રાસાયણીક પદાર્થો હોવાનું સુચવે છે. બુધ ગ્રહ સુર્યથી સૌથી નજીકનો છે.સુર્યથી નુ અંતર, માત્ર 5.80 કરોડ કિલોમીટરનું છે અને પ્રતિ સેક્ધડ 47 કીમીની ઝડપે સુર્યની પરિક્રમા કરે છે. 88 દિવસમાં જ સુર્યનું ચકકર કાપે છે અર્થાત બુધ ગ્રહ પરનુ વર્ષ 88 દિવસનું છે નાસાએ 2004 માં દુનિયાનું પ્રથમ અંતરીક્ષ યાન મોકલ્યુ હતું. બુધનું તાપમાન 430 કીમી રહે છે રાતનું તાપમાન માઈનસ 180 ડીગ્રીએ પહોંચી જાય છે.
નાસાના મેસેંજરે તસ્વીર મોકલી: ‘બુધ’ પૃથ્વી જેવો જ સુંદર

You Might Also Like
Follow US
Find US on Social Medias