– સેટેલાઈટ ભારત રવાના કરતા પહેલા અમેરિકામાં સમારોહ યોજાયો
નાસા અને ઈસરોએ સંયુક્ત રીતે નિર્માણ કરેલ ઉપગ્રહ ‘નિસાર’ તૈયાર થઈ ગયો છે અને તેને ભારત રવાના કરતા પહેલા અમેરિકામાં સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ઈસરોના અધ્યક્ષ એસ.સોમનાથ, જેપીએલના ડાયરેકટર લોરી લેશિન અને નાસા મુખ્યાલયના અનેક દિગ્ગજ વૈજ્ઞાનિકો ઉપસ્થિત હતા.
- Advertisement -
આ તકે એસ.સોમનાથે જણાવ્યું હતું કે અમે આઠ વર્ષ પહેલા આ મિશનમાં જોડાયા હતા. આ મિશન એક વિજ્ઞાન ઉપકરણના રૂપમાં રડારની ક્ષમતાનું એક શક્તિશાળી પ્રદર્શન હશે અને આપણને પૃથ્વીની ગતિશીલ ભૂમિ અને બરફની સપાટીનો પહેલાથી વધુ વિસ્તારથી અભ્યાસ કરવા મળશે.
NASA-ISRO satellite gets 'auspicious' send-off before moving to India
Read @ANI Story | https://t.co/mLESGUZmBL#isro #NASA #NISAR pic.twitter.com/wghvxu6Ihg
- Advertisement -
— ANI Digital (@ani_digital) February 4, 2023
જયારે જેપીએલના ડાયરેકટર લોરી લેશિને જણાવ્યું હતું કે પૃથ્વી ગ્રહ અને અમારી બદલાતા જલવાયુને બહેતર સમજવાની આ સંયુક્ત યાત્રામાં આ એક મહત્વનું માઈલ સ્ટોન છે. ઉલ્લેખનીય છે કે ઈસરો અને નાસાનું કદાચ આ પહેલું સંયુક્ત ઉપગ્રહ નિર્માણ છે.