ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ફમયાિં ફિંહસ -19 ના વિષય નિષ્ણાત ડો. મુકેશકુમાર એમ બાવળિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર, ઇંઘઉ, એકાઉન્ટન્સી વિભાગ, સરકારી આર્ટસ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ, પાટડી, સુરેન્દ્રનગરના ઓનલાઈન માધ્યમ થી જોડાઈ ને quot;How to Crack Paper-I GSET Examination-2024quot તે વિષય પર પરીક્ષાર્થીનાં મનમાં રહેલ નકારાત્મકતા દૂર થાય અને તેઓઆત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે જી-સેટ પરીક્ષાની તૈયારીને લગતા પ્રશ્ર્નો અને મૂંઝવણોના નિરાકરણ રૂપેઓન લાઇન માધ્યમથી આયોજન કરવામાં આવ્યું હતું.
વિષય નિષ્ણાત ડો. મુકેશકુમાર એમ બાવળિયાએ વાંચનપૂર્વે પરીક્ષાલક્ષી મહેનત કરવા માટે પોતાની સમજ પ્રમાણે પરીક્ષા પદ્ધતિ,વાંચન કરી યાદ રાખવાની વિવિધ ટેકનિક્સ તથા મનોવૈજ્ઞાનિક અભિગમ દ્વારા વાંચેલું યાદ કરી પેપર લખવાની પદ્ધતિ વિશે સચોટ અને આવશ્યક માર્ગદર્શન પૂરું પાડી પરીક્ષાર્થીઓમાં અનેરો ઉત્સાહ પ્રેરક સંચાર જગાડયા હતો. કરી. તેમણે ૠતયિં પરીક્ષા માટે જખઅછઝ તૈયારી ટિપ્સ, સેટ ગોલ્સ, સ્વોટ વિશ્લેષણ, એકમ વિશ્લેષણ વિશે ચર્ચા કરી., સિલેબસ પૃથ્થકરણ, આગામી ૠજઊઝ પરીક્ષા ડિસેમ્બર 2024 અને ૠજઊઝ સાથે શરૂઆતની કારકિર્દીને ધ્યાનમાં રાખીને સહાયક પ્રોફેસર તરીકે પરીક્ષા સરળતાથી પાસ કરી શકાય તે માટે વિષય વસ્તુ વાર ઉંડાણ પૂરક માહિતી પુરી પાડવામાં આવી હતી.આ અંગે યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ સંદેશમાં પરિક્ષાર્થીઓને જી-સેટની પરિક્ષા ઉત્તમ ગુણાંક સાથે સિધ્ધ કરવા શુભકામનાં વ્યક્ત કરી હતી.