આ છે…જૂનાગઢ મહાનગરપાલિકાએ કરેલા બેનમૂન કામો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
- Advertisement -
જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા શહેરમાં અનેક જગ્યાએ નર્મદા પાણીની પાઇપ લાઈન કામગીરી કરવામાં આવી છે.પણ કામ એટલા બેનમૂન છે કે તેની વાત જ નો થાય. શહેરના બસ સ્ટેન્ડ રોડ પર આવેલ લાલબહાદુર શાસ્ત્રી સોસાયટી પાસે નર્મદાની પાણીની પાઇપ લાઈન નાખવામાં આવી છે.જયારે નર્મદાના પાણીનું વિતરણ કરવામાં આવે ત્યારે તે પાઇપ લાઈન માંથી પાણી રોડ પર વહે છે જેના લીધે રોડ પણ તૂટી ગયો છે બીજી બાજુ પાણીનો વેડફાટ અવાર નવાર થાય છે.
ત્યારે ત્યાંથી નીકળતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.એટલુંજ નહિ આ ઘણા મહિનાથી પાણી વેડફાટના દ્રશ્યો જોવા મળે છે દિવસે દિવસે રોડ વધુને વધુ તૂટતો જાય છે શું આ મનપા અધિકારીઓને કે પદાધિકારીઓને દેખાતું નહિ હોઈ કે, નર્મદા પાણીની પાઇપ લાઈન લીક છે અને તેમાંથી નીકળતા પાણીના લીધે રોડ તો તૂટી રહ્યો છે સાથે સાથે પાણીનો બગાડ થઇ રહ્યો છે.