જિલ્લા મહિલા અને બાળ કચેરી, DHEW અને 181ના કર્મચારી-અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા
મહિલાલક્ષી વિવિધ યોજનાઓની, મહિલા સ્વાવલંબી અને પગભર બને તે અંગે માહિતી અપાઇ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અને ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ સ્થિત ડો. બી.આર.આંબેડકર ક્ધયા છાત્રાલય ખાતે યોજવામાં આવેલા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સી.જી સોજીત્રા, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી બી.ડી ભાડ, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીશ્રી બેનાબેન, જિલ્લા રોજગાર કચેરીના કાઉન્સેલર વીણાબેન ઉપસ્થિત રહ્યા.રોજગાર અધિકારી વીણાબેને મહિલાઓને સ્વરોજગાર વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સખી વન સ્ટોપ સેન્ટર અને પીબીએસઅસીના કર્મચારીઓ દ્વારા મહિલાલક્ષી વિવિધ યોજનાઓની વિગતો આપવામાં આવી.કાર્યક્રમમાં મહિલાલક્ષી વિવિધ યોજનાઓની, મહિલા સ્વાવલંબી અને પગભર બને તેને અનુરૂપ વિગતો આપવામાં આવી.જિલ્લા મહિલા અને બાળ અધિકારી, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી, જિલ્લા મહિલા અને બાળ કચેરી, DHEW અને 181 ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડો. બી.આર.આંબેડકર ક્ધયા છાત્રાલયના મદદનીશ સમાજકલ્યાણ અધિકારીશ્રીએ આભારવિધિ હતી.