– મચ્છુ નદીનો ડેમ તૂટવાની ગોઝારી ઘટનાને 44 વર્ષ પૂર્ણ
11 ઓગસ્ટ 1979 નો દિવસ એ મોરબી માટે ખુબ ભયાનક અને તારાજી સર્જનાર દિવસ હતો. આ દિવસે મોરબીનો મચ્છુ નદીનો ડેમ તૂટવાના કારણે મોરબી મચ્છુ હોનારત સર્જાઈ હતી.
- Advertisement -
આ મોરબી હોનારત સમયે ગુજરાતમાં બાબુભાઈ જશભાઈ પટેલની સરકાર હતી. આ હોનારત ખુબ ભયાનક અને માનવીના અસ્તિત્વની ખુબ વરવી ઘટના હતી. મોરબી હોનારત સમયે રાજકોટ જિલ્લાના પૂર્વ હોમગાર્ડ કમાન્ડર એવા નરેન્દ્રભાઈ જાની (એન.ડી. જાની) એ પ્લાટુન કમાન્ડર તરીકે ખુબજ સરાહનીય સેવા કાર્ય કર્યું હતું. મોટા મામાના આ સેવા કાર્ય માટે તેમને વર્ષ 1991માં ગુજરાત રાજયના મહામહીમ રાજયપાલ દ્વારા રાજયપાલ ચંદ્રક થી સન્માનવામાં આવ્યા હતા.
નરેન્દ્રભાઈ જાની (એન.ડી. જાની) એ આવા અસંખ્ય લોક અને રાષ્ટ્રહિતના કાર્યો થકી સમગ્ર સમાજ અને કુટુંબમાં પોતાની સુવાસ ફેલાવી છે. બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના પ્રદેશ મંત્રી તથા જનસંઘના પાયાના પથ્થર તરીકે મીસાવાસી તરીકે રાષ્ટ્ર કાર્ય માટે સદૈવ કાર્યરત રહ્યા હતા.