PM સ્વનિધી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો
2024થી 2029 સુધી વિનામૂલ્યે અનાજની વ્યવસ્થા: અમિત શાહ
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. જેમાં ઙખ સ્વનિધી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો છે. ત્યારે અમિત શાહે જણાવ્યું છે કે લાભાર્થીઓને મળી ખૂબ આનંદ થયો છે. કોરોના આવ્યો ત્યારે ભારતનું શું થશે તેની ચિંતા હતી. કોરોનાની રસી પહોંચાડવાની જવાબદારી ઙખએ લીધી હતી. નરેન્દ્રભાઈ 2024માં ચૂંટાવાના જ છે. રોજનું કમાઈને રોજ ખાતા લોકો માટે ઙખ સ્વનીધિ યોજના છે. લોકોને લોન આપીને આર્થિક મદદ કરી છે. બેંકમાં લોન લેવા જઈએ ત્યારે આપણી પાસે ગેરેન્ટર માંગે છે. તેમજ ગેરેન્ટર માંગે તો તમારે કહેવાનું નરેન્દ્રભાઈ અમારા ગેરેન્ટર છે. ભવિષ્યમાં બેન્કવાળા ઘરે આવીને લોન આપશે. 2024થી 2029 સુધી વિનામૂલ્યે અનાજની વ્યવસ્થા છે. મે બેંકમાં પૂછ્યું લોન આપી એનું સ્ટેટ્સ શું. મને ડેટા મળ્યો તે જાણીને ખૂબ આનંદ થયો છે. દરેક વ્યક્તિ પૈસા ભરે છે જે જાણીને મને આનંદ થયો છે.
સ્વનિધીથી સ્વાભિમાન સુધી લોકોને પહોંચાડ્યા છે. 1 કરોડ અરજીમાંથી 96 લાખ લોકોને લોન મળી ગઈ છે. 45 ટકા જેટલી મહિલોએ લોન માટે અરજી કરી છે. 40 લાખથી વધુ લારી ગલ્લા વાળા ડિજિટલ તરફ વળ્યા છે. વન નેશન વન કાર્ડથી અહીંયા રાશન મળે છે. અહીંયા કેટલા લોકો યુપીથી આવ્યા છે. અહીંયા પણ લોકોને અનાજ મળે છે. ગાંધીનગર લોકસભામાં 5.80 લાખ લોકોને યોજનાનો લાભ મળ્યો છે. તેમજ લગભગ 3 કરોડ લોકોને ઘર મળ્યા છે.
- Advertisement -
શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા જવા માટે અમદાવાદથી દરરોજ એક ટ્રેન ઉપડશે: શાહ
80 દિવસ સુધી રોજ એક ટ્રેન અમદાવાદથી અયોધ્યા જશે
શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ઙખ મોદીના હસ્તે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જેના પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે, 80 દિવસ સુધી રોજ એક ટ્રેન અમદાવાદથી અયોધ્યા જશે. જેમાં ગુજરાતના રામ ભક્તો અયોધ્યા જઈ શકશે. ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા જવા માટે હવે અમદાવાદથી રોજ એક ટ્રેન ઉપડશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ જાહેરાત કરી છે. કલોલના કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું કે હું આપને આમંત્રણ આપવા આવ્યો છું. તમે 2 મહિના સુધી વારાફરતી અયોધ્યામાં તૈયાર થઈ રહેલા ભવ્ય રામ મંદિરનાં દર્શન કરવા માટે આવજો. 22 જાન્યુઆરીએ પીએમ મોદીના હસ્તે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જેના પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે 80 દિવસ સુધી રોજ એક ટ્રેન અમદાવાદથી અયોધ્યા જશે. જેમાં ગુજરાતના રામ ભક્તો અયોધ્યા જઈ શકશે. અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનું ઉદ્ઘાટન 22 ફેબ્રુઆરીએ થવાનું છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર આ ક્ષણને ઉત્સવ તરીકે ઉજવી રહ્યું છે. દેશના ખૂણે-ખૂણેથી હજારો સંતોને અયોધ્યામાં એ અદ્ભુત ક્ષણના સાક્ષી માટે આમંત્રણ આપવામાં આવ્યું છે જ્યારે ઙખ મોદીના હસ્તે રામ લલ્લાના અભિષેકની વિધિ પૂર્ણ થશે. રામ મંદિર ટ્રસ્ટે અયોધ્યાના તીર્થ ક્ષેત્રપુરમમાં એક ટીન સિટી એટલે કે બાગ બિજૈસીની સ્થાપના કરી છે, જેને ટેન્ટ સિટી નામ આપવામાં આવ્યું છે.