ગુજરાતના પનોતા પુત્ર, વૈશ્વિક નેતા નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી અશ્વીન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તા. 17 સપ્ટેમ્બરે તેમના જન્મદિવસે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતુ કે સમગ્ર વિશ્વમાં ગુજરાત અને ભારત માતાનું નામ રોશન કરનાર નરેન્દ્ર મોદી આજે 75માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે નરેન્દ્ર મોદી એક સાદી જીવનશૈલી ધરાવતા નેતા તરીકે વિશ્વભરમાં પ્રસિધ્ધ છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમના કાર્યકાળમાં શરૂ થયેલ ગુજરાતની વિકાસયાત્રાને હાલ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી અને પ્રદેશ ભાજપ સી.આર.પાટીલજીના માર્ગદર્શન હેઠળ રાજ્યની ભાજપ સરકાર આગળ વધારી રહી છે. નરેન્દ્ર મોદી સ્વયંથી આગળ વધતાવધતા માત્ર ન એક સંસ્થા કે સરકાર બન્યા છે, પરંતુ એક વિચાર બની ગયા છે. આ વિચાર દ્વારા જ તેઓ રાષ્ટ્રને પરમ વૈભવના શિખરે બીરાજમાન કરવા પોતાનું સમગ્ર જીવનદિવસની પ્રત્યેક ક્ષણ આપવા કટિબધ્ધ બની ગયા છે.
દેશનું નેતૃત્વ સંભાળનાર નરેન્દ્ર મોદીએ ” સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ” સાથે વહીવટી પ્રક્રિયામાં મોટા પાયે પરિવર્તન લાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી, વડાપ્રધાન તરીકેની બીજી ટર્મમાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ370અને 3પ-એ હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો જેનાથી ભારતવાસીઓનું વર્ષો જુનુ સ્વપ્ન ” રાષ્ટ્ર, એક સંવિધાન” થયુ છે. સરદાર વલ્લભભાઇ પટેલ અને પં.દીનદયાલ મુખર્જીનું અખંડ ભારતનું સ્વપ્ન પૂર્ણ થઇ રહ્યું છે. આઝાદીના અમૃત વર્ષે બ્રિટનને પાછળ રાખી હિન્દુસ્તાન વિશ્વની પાંચમા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યુ છે ત્યારે વિશ્વસ્તરે દેશનું સ્થાન મજબુત થતુ જાય છે, નરેન્દ્ર મોદી ત્રીજી વખત વિશ્વના સૌથી લોકપ્રિય નેતા પ્રસ્થાપિત થયા છે તે દેશવાસીઓ માટે ગૌરવવંતી ક્ષણો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમ્યાન વિશેષ ધ્યાન ભારતના સમૃધ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતીક વારસા પર આપવામાં આવ્યુ છે. તાજેતરમાં ઓપરેશન સિંદૂર દ્વારા પહેલગામના આંતકી હુમલાના સર્મથક અને આકાઓને તેમની સરહદમાં ઘૂસીને આંતકી શિબિર અને ત્યારબાદ પાકિસ્તાન દ્વારા ભારતના રહેણાંક વિસ્તારોમાં હુમલો કરવાનું કૃત્ય કર્યુ જેના જવાબમાં પાકિસ્તાનના એરબેઝને થોડાક જ કલાકોના સમયમાં ધ્વસ્ત કરીને પાકિસ્તાનને સીઝફાયરની અપીલ કરવા ઘૂંટણીએ પાડી દઈ સમગ્ર વિશ્વને ભારતની સૈન્ય તાકાત અને મજબૂત મનોબળનો અને આંતકવાદનો ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં ભારત કયારેય અચકાશે નહિ તેઓ સંદેશો આપી ભારત દેશને ગૌરવ અપાવ્યું છે. સમગ્ર દેશમાં આત્મનિર્ભર અભિયાન દ્વારા વિકાસની પ્રકાશગંગા ફેલાવનાર નરેન્દ્ર મોદી સાંસ્કૃતિક ધરોહર સાથેના વિકાસના પ્રહરી રહ્યા છે ત્યારે માં ભારતીને પરમ વૈભવના શિખર પર બેસાડવા માટે કૃતિનિશ્ચયી અને સમગ્ર વિશ્વમાં ભારત માતાનું ગૌરવ વધારનાર એવા લોકહ્રદય સમ્રાટ નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસે શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી અશ્વીન મોલીયા અને વિરેન્દ્રસિંહ ઝાલાએ ખુબ ખુબ શુભેચ્છા પાઠવી હતી.
રાજકોટ મહાનગર દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી વિશેષરૂપે કરવા માટે પ્રદેશ ભાજપની સુચના અનુસાર માત્ર એક દિવસ નહિ પણ તા. 17 સપ્ટેમ્બરથી 02 ઓકટોબર ગાંધી જયંતી સુધી સેવા પખવાડીયા તરીકે વિવિધ સેવાકીય કાર્યક્રમો કરીને ઉજવવાનો નિર્ધાર કર્યો છે. વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તાજેતરમાં જ રાજકોટ શહેરમાં નમોત્સવ કાર્યક્રમનું પણ વિશાળ જનમેદનીની ઉપસ્થિતમાં ભવ્ય અને જાજરમાન આયોજન કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત તા.17/09ના રોજ સવારે રાજકોટ શહેરના દરેક વોર્ડમાં આવતાં નજીકના શિવમંદિરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ધાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પૂજન, અભિષેક અને પ્રાર્થના કરવાનો કાર્યક્રમ રાખ્યો છે. આ ઉપરાંત સવારે 9.30 કલાકે વોર્ડ નં. 7ના કાર્યકર્તાઓ દ્વારા રાજકોટ સેન્ટ્રલ બસ સ્ટેશન તેમજ વોર્ડ નં. 14ના કાર્યકર્તા દ્વારા સવારે 11.15 કલાકે ગુંદાવાડી સ્થિત પદ્યમકુંવરબા હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજકોટ શહેર બક્ષીપંચ મોરચા દ્વારા સવારે 11.00 કલાકે વોર્ડ નં. 14માં આવેલ આનંદનગર પાસેની આંગણવાડીના બાળકોને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. રાજકોટ શહેર સફાઈ કામદાર સેલ દ્વારા સવારે 10.00 કલાકે શારદાબાગ ખાતે સમૂહમાં એકઠા થઈ જન્મદિવસ નિમિતે અભિનંદન આપતા પોસ્ટકાર્ડ લખવાનો કાર્યક્રમ તેમજ રાજકોટ શહેર મહિલા મોરચા દ્વારા પંચનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
નરેન્દ્રભાઇ મોદી સ્વયંથી આગળ વધતા વધતા માત્ર ન એક સંસ્થા કે સરકાર બન્યા, પરંતુ એક વિચાર બની ગયા છે : અશ્ર્વીન મોલીયા
રાષ્ટ્રને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરવા પોતાનું સમગ્ર જીવનદિવસની પ્રત્યેક ક્ષણ આપવા કટિબધ્ધ બની ગયા છે : વિરેન્દ્રસિંહ ઝાલા
તા.17/09ના સવારે વોર્ડ નં. 1 થી 18ના શિવમંદિરોમાં પૂજન અભિષેક અને પ્રાર્થના તેમજ સેન્ટ્રલ બસ સ્ટેન્ડ અને પદ્યકુંવરબા હોસ્પિટલની સાફ સફાઈનો કાર્યક્રમ યોજાશે



