મોદીએ ત્રીજા કાર્યકાળની શરૂઆત કરી, કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર કર્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.10
- Advertisement -
ઙખ મોદીએ સોમવારે ઓફિસે પહોંચીને ચાર્જ સંભાળ્યો છે. પીએમ મોદીએ ચાર્જ સંભાળતાંની સાથે જ પ્રથમ નિર્ણય લેતા કિસાન સન્માન નિધિનો 17મો હપતો જાહેર કર્યો હતો. તેમણે સૌથી પહેલા કિસાન સન્માન નિધિની ફાઇલ પર સહી કરી હતી. પીએમઓ પહોંચતા જ કર્મચારીઓએ મોદીનું સ્વાગત કર્યું હતું. નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજી વખત વડાપ્રધાનપદના શપથ લીધા હતા.
મોદી 3.0 સરકારનો પહેલો નિર્ણય દેશના કરોડો ખેડૂતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. તેનાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે. આ દરમિયાન પીએમએ કહ્યું કે અમે ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ. કૃષિક્ષેત્ર માટે વધુ કામ કરતા રહીશું. અગાઉ, પીએમ કિસાન યોજના હેઠળ, 16મા હપતાનાં નાણાં દેશના કરોડો ખેડૂતોના બેંક ખાતામાં 28 ફેબ્રુઆરીના રોજ જમા કરવામાં આવ્યા હતા.
નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. તેમની સાથે 71 મંત્રીઓએ શપથ લીધા, જેમાંથી 11 સાથી પક્ષોના છે. કેબિનેટની પ્રથમ બેઠક સોમવારે (10 જૂન) સાંજે 5 વાગ્યે પીએમ આવાસ લોક કલ્યાણ માર્ગ પર યોજાશે અને ત્યારબાદ ડિનર થશે. મિટિંગમાં મંત્રીઓને તેમના મંત્રાલયની ફાળવણી કરવામાં આવી શકે છે. સરકારના પ્રથમ 100 દિવસના રોડ મેપ પર પણ ચર્ચા કરવામાં આવશે. માનવામાં આવે છે કે અમિત શાહ અને રાજનાથ સિંહના મંત્રાલયમાં ફેરફાર કરવામાં આવશે નહીં. પહેલાંની જેમ શાહ ગૃહમંત્રી અને રાજનાથ સંરક્ષણ મંત્રી રહેશે.
- Advertisement -
સૌની નજર ગઠબંધનમાં સામેલ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) અને જનતા દળ યુનાઈટેડ (જેડીયુ)ના મંત્રીઓને આપવામાં આવેલા મંત્રાલય પર રહેશે. આ સિવાય કેબિનેટમાં સામેલ પૂર્વ મુખ્યમંત્રીઓને પણ મહત્ત્વનાં મંત્રાલય મળવાની આશા છે. કેબિનેટમાં એવા 32 સાંસદો છે જે પહેલીવાર કેન્દ્રીય મંત્રી બન્યા છે, જેમાં પૂર્વ સાંસદ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટર, કર્ણાટકના પૂર્વ સીએમ કુમારસ્વામી અને રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરીનો સમાવેશ થાય છે.
10 વર્ષથી ટ્રેલર જોયું, પિક્ચર હજુ બાકી છે…
23 ફેબ્રુઆરી 2024ના રોજ દિલ્હીમાં પીએમ મોદીએ મંત્રીઓને આગામી 5 વર્ષનો રોડમેપ અને 100 દિવસનો એક્શન પ્લાન બનાવવા કહ્યું હતું. અધિકારી આચાર સંહિતા દરમિયાન આના પર હોમવર્ક કરતા રહો. 5 એપ્રિલે રાજસ્થાનના ચુરુમાં એક ચૂંટણી રેલીમાં મોદીએ પોતે કહ્યું હતું કે, ’અમે 10 વર્ષમાં જે કામ કર્યું તે એક ટ્રેલર હતું, સંપૂર્ણ પિક્ચર આવવાનું બાકી છે.’
100 દિવસમાં ઘણા મુદ્દાઓ પર કાર્યવાહી કરવાની તૈયારી…
– વન નેશન-વન ઈલેક્શન
– યુનિફોર્મ સિવિલ કોડ
– મુસ્લિમ આરક્ષણ નાબૂદ કરવું
– પૂજા સ્થાનોના કાયદામાં ફેરફાર
– દિલ્હી માસ્ટર પ્લાન
– વક્ફ બોર્ડ નાબૂદ
– મહિલા અનામત
– 70 વર્ષની વયના લોકો માટે મફત સારવાર
– પેપર લીક નિયંત્રણ માટે
રાષ્ટ્રીય કાયદો
– નવી શિક્ષણ નીતિ
-વસ્તી ગણતરી (2026 માં યોજાશે સીમાંકન)
-લખપતિ દીદીની સંખ્યા 3 કરોડ સુધી લઈ જવાની છે
– પીએમ સૂર્ય ઘર મફત
વીજળી યોજના
-ખેડૂતો માટે તેલના બીજ અને કઠોળ પર ધ્યાન આપો
– ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવી
– રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ
પર ફોકસ કરો
– સ્કેલ, અવકાશ, ઝડપ, કૌશલ્યના એજન્ડા પર કામ કરવું
– ઈઅઅનો સંપૂર્ણ અમલ
શપથના 24 કલાકમાં જ મોદીના મંત્રીએ પલટી મારી: મોદીએ કેબિનેટ મંત્રી ન બનાવ્યા હોવાથી નારાજ હોવાની ચર્ચા
શપથ ગ્રહણ સમારોહ પછી ગોપીએ દિલ્હીમાં એક મલયાલમ ટીવી ચેનલને કહ્યું, ‘હું સાંસદ તરીકે કામ કરવા માગું છું. હું કેબિનેટનો ભાગ બનવા માગતો ન હતો. તેમણે આગળ કહ્યું- મેં (પાર્ટીને) કહ્યું હતું કે મને તેમાં (મંત્રી પદ) રસ નથી. એવું લાગે છે કે હું ટૂંક સમયમાં મુક્ત થઈશ. હું ફિલ્મ ઈન્ડસ્ટ્રી નહીં છોડે કારણ કે એક્ટિંગ મારી હોબી છે.