76% વોટ સાથે મોદી પ્રથમ ક્રમે, 66% વોટ સાથે મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેજ બીજા સ્થાને : દુનિયાના સૌથી તાકતવર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન આઠમા નંબરે
ખાસ-ખબર સંવાદદાતા
દુનિયાના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલું સ્થાન હાંસલ કર્યું છે. અમેરિકા સ્થિત ક્ધસલ્ટન્સી ફર્મ મોર્નિંગ ક્ધસલ્ટના અનુસાર તે 76 ટકા લોકોના પસંદગીના નેતા છે. સર્વેક્ષણ અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન આ યાદીમાં આઠમાં ક્રમે છે. જેને 37 ટકા લોકોએ પોતાની પસંદગીના નેતા બતાવ્યા હતા. 29 નવેમ્બરથી પાંચ સપ્ટેમ્બર સુધીમાં આંકડાના આધારે આ રિપોર્ટ જાહેર કરાયો છે. ઉલ્લેખનીય છે કે મોર્નીંગ ક્ધસલ્ટે આ વર્ષે સપ્ટેમ્બરમાં વડાપ્રધાન મોદીને વિશ્વ સ્તર પર સૌથી વધુ વિશ્વસનીય નેતા દર્શાવ્યા હતા. ત્યારે પણ તે 76 ટકા લોકોની પસંદ રહ્યા હતા. અમેરિકી થિંક ટેન્ક પ્યુ રિસર્ચ સેન્ટરના આ વર્ષ ઓગષ્ટમાં જાહેર સર્વે અનુસાર દેશમાં રહેતા લગભગ 80 ટકા ભારતીય વડાપ્રધાન મોદી પ્રત્યે સકારાત્મક વલણ રાખે છે. અર્થાત 10માંથી 8 ભારતીયોની પસંદ વડાપ્રધાન મોદી છે. જેમાં 55 ટકા ભારતીયો એવા છે જેમણે વડાપ્રધાન મોદીને પોતાની પહેલી પસંદ બતાવ્યા છે. તેઓ તેમને ઘણા પસંદ કરે છે જયારે 20 ટકા વસ્તી પીએમ મોદીને પસંદ નથી કરતી અથવા તો તેમની પહેલી પસંદ નથી. દુનિયાના દર દેશોના વયસ્ક નાગરિકોને વડાપ્રધાન મોદીના બારામાં તેમના મંતવ્યો પૂછવામાં આવ્યા હતા.
- Advertisement -
આ યાદીમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના નામ પણ સામેલ છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર 66 ટકાના એપ્રુવલ રેટિંગ સાથે મોર્નિંગ ક્ધસલ્ટના રેટિંગમાં પીએમ મોદી પછી બીજા ક્રમે છે. જ્યારે ત્રીજા સ્થાને સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બર્સેટને 58 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. સાથે જ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાને ચોથા નંબર પર 49 ટકા રેટિંગ મળ્યું છે. પાંચમા નંબરે 47 ટકા રેટિંગ સાથે ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બનીઝ છે. ગ્લોબલ લીડર અપ્રૂવલ રેટિંગ ટ્રેકર માં છઠ્ઠા નંબરે ઈટલીના પીએમ જિયોર્જિયા મેલોની 41 ટકા સાથે છે. સાતમા સ્થાન પર રહેલા બેલ્જિયમના વડાપ્રધાન એલેક્ઝાંડર ડી ક્રૂને 37 ટકા રેટિંગ મળ્યું છે. આઠમાં નંબરે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને નવમા નંબરે આવેલા સ્પેનના પેડ્રો સાંચેઝને પણ 37 ટકા રેટિંગ મળ્યું છે.
રેટિંગમાં આઇરિશ વડાપ્રધાન લીઓ વરાડકર 36 ટકાના એપ્રુવલ રેટિંગ સાથે દસમા સ્થાને છે. વરાડકર પછી સ્વીડનના ઉલ્ફ ક્રિસ્ટરસન અને પછી પોલેન્ડના માર્સિકિવીઝ છે. ત્યારબાદ 13મા નંબરે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને 31 ટકા રેટિંગ મળ્યું છે. આ સિવાય બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક 17માં નંબર પર છે અને તેમને 25 ટકા રેટિંગ મળ્યું છે. પીએમ મોદી 76 ટકા રેટિંગ સાથે સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતા છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ ઓબ્રાડોર સર્વેમાં બીજા સ્થાને રહ્યા છે, જેમને 66 ટકા રેટિંગ મળ્યું છે. યુએસ પ્રેસિડેન્ટ જો બાઈડેન 37 ટકા એપ્રુવલ રેટિંગ સાથે 8મા સ્થાને છે, જ્યારે આ જ સર્વેમાં ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની 41 ટકા રેટિંગ સાથે છઠ્ઠા સ્થાને છે.