સ્વામિનારાયણ સંતોમાં ડૉગી-ડૉગી રમવાનો વધતો શોખ
બાલસભાના નામે બાળકોને ધર્મસૂત્રને બદલે કામસૂત્રનું જ્ઞાન આપતાં હતાં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સ્વામિનારાયણ સંપ્રદાય વારંવાર વિવાદિત અને કેટલાક સંતો પોતાની લંપટતાના લીધે ચર્ચામાં રહે છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કર્યા આવા સંતોના અનેક વીડિયો અગાઉ પણ જાહેર થઈ ચૂક્યા છે છતાં હજુય કેટલાક સ્વામી સુધરવાનું નામ નથી લેતા. ત્યારે વધુ એક આ પ્રકારનો નવાબી શોખ રાખતા સ્વામીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં ધ્રાંગધ્રા શહેરના જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે મુખ્ય સ્વામી એની દેશમાં ગયા હોવાના લીધે મંદિરની ચાર્જ નારાયણ ચરણ સ્વામીને સોંપવામાં આવ્યો હતો જેમાં નારાયણ ચરણ સ્વામી દ્વારા મંદિરની દેખરેખ અને વહીવટી કાર્ય સહિત દરરોજ સંપ્રદાયને વધુ આગળ વધારવા માટે લોકોને ધાર્મિક જ્ઞાન આપવાનું હતું પરંતુ અહીં નારાયણ ચરણ સ્વામી દ્વારા બાલ સભા યોજી તેમાં આવતા નાના ફૂલ જેવા બાળકોને પોતાના શિકાર બનાવી બાળકોને ધાર્મિક જ્ઞાનને બદલે કામસૂત્રના જ્ઞાન આપતા હોય તે પ્રકારનો વિડિયો વાઇરલ થયો છે.
આ મામલે આધારભૂત સૂત્રો દ્વારા જણાવાયું હતું કે આ બનાવ આશરે આઠેક મહિના પૂર્વેનો છે જેમાં ધ્રાંગધ્રા શહેરના જૂના સ્વામિનારાયણ મંદિરના મુખ્ય સ્વામી અમેરિકા ખાતે ગયા હોય તે સમયે હળવદ તાલુકાના રણજીતગઢ ગામના સ્વામિનારાયણ મંદિરના આ નારાયણ ચરણ સ્વામીને ધ્રાંગધ્રા મંદિરનો વહીવટ સોંપવામાં આવ્યો હતો પરંતુ અહીં સ્વામીએ તો પોતાની લંપટ લીલા શરૂ કરી નાખી હતી એક બાદ એક બાળસભામાં આવતા બાળકોને પોતાનો શિકાર બનાવ્યો હતો જેમાંના એક બાળકે આ પ્રકારનો વિડિયો પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો અને ત્યારબાદ હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હશે. આ આખાય પ્રકરણમાં સગીર બાળકના પરિવારજનોને જાણ થઈ હોવાથી તેઓ નારાયણ ચરણ સ્વામીને ઠપકો આપવા માટે પણ ગયા હતા જે બાદ સ્વામી રાતોરાત પોતાના બિસ્તરા પોટલા બાંધીને મંદિરને રેઢું મૂકી રણજીતગઢ ખાતે નાશી ગયા હોવાની વિગત સામે આવી હતી. જ્યારે આ પ્રકારે વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા કૃત્ય કરવાના લીધે સંપ્રદાયમાંથી હાંકી કાઢવા જોઈએ તેવો લોકોમાં પણ રોષ નજરે પડે છે.
તિલક અને ટોપીનો ઇતિહાસ: અંગ્રેજ અમલદારો અને ખ્રિસ્તી પાદરીઓ સાથે સ્વામિનારાયણ સંસર્ગ
- Advertisement -
હવે આવે છે આ સંપ્રદાયના ઇતિહાસમાં આવતા ખ્રિસ્તી પાદરી અને અંગ્રેજ અમલદારોના સહજાનંદ સ્વામી પરના પ્રભાવની જાણકારી. એ વિગત જે આપણે ભૂમિકામાં આપેલા સંપ્રદાયના ઇતિહાસમાં આપી છે, તે અહીં પ્રાપ્ત થઈ.
સંઘના શોધ આયામના સંયોજક તરીકે જ્યારે હું વિવિધ ઐતિહાસિક બનાવો અને વ્યક્તિઓ પર સંશોધન અર્થે શોધ કરી રહ્યો હતો, ત્યારે પહેલીવાર મારું ધ્યાન સહજાનંદ સ્વામીના કાર્યકાળ પર કેન્દ્રિત થયું. અત્યાર સુધી મેં ખાલી તેમના પુસ્તકો અને વર્તમાન સ્વરૂપમાં આવેલી સનાતન વિરોધી વિકૃતિને જ બહાર લાવવાનું કાર્ય કર્યું હતું. એ માન્યતા સાથે કે આ બધું કૃષ્ણ ભક્ત સહજાનંદ સ્વામીના મૃત્યુ પછી શરુ થયું હશે. પણ જેમ એક્સ-મુસ્લીમોના સામે આવ્યા પછી આપણને ઇસ્લામ વિષે જાણવા મળતું હતું કે અસલમાં કંઈ પાછળથી નથી બગડ્યું, તે સ્થાપકના સમયમાં જ આ રૂપમાં આવી ગયું હતું. તેમ હવે મને સહજાનંદ સ્વામીના કાર્યકાળને જોવાની ઈચ્છા હતી.
નોંધ
આ લેખ એક અંગ્રેજી પુસ્તકનો અંશ છે. ‘એન ઈન્ટ્રોડક્શન ટુ સ્વામિનારાયણ હિન્દુઈઝમ’ નામનાં પુસ્તકનાં આ પ્રકરણનો અનુવાદ ડૉ. કૌશિક ચૌધરીએ કર્યો છે. ડૉ.ચૌધરીએ સ્વામિનારાયણ સંપ્રદાયના કરતૂતો પર લખેલાં પુસ્તકનો ફોટો પણ અહીં આપ્યો છે.
દાવો: ‘સ્વામિનારાયણે અંગ્રેજ અમલદાર માલ્કમને આશીર્વાદ આપ્યા કે તેનું રાજ સો વર્ષ ટકશે’
વાસ્તવિકતા: આશીર્વાદ સ્વામિનારાયણે નહોતા આપ્યા, આશીર્વાદ માલ્કમે સ્વામિનારાયણને આપ્યા હતાં…મારું ધ્યાન આ સંપ્રદાયના પુસ્તકોમાં લખેલી એ બડાશ પર ગયું જ્યાં લખ્યું છે કે ‘સ્વામિનારાયણે અંગ્રેજ અમલદાર માલ્કમને આશીર્વાદ આપ્યા કે તેનું રાજ સો વર્ષ ટકશે.’ મને અહીંયા કાંઈક દાળમાં કાળું રંધાયેલું હોવાની અનુભૂતિ થઈ. મેં ગૂગલમાં સર્ચ કર્યું ‘સ્વામિનારાયણ એન્ડ બ્રિટીશ ઓફિસર માલ્કમ’. અને આ સાથે ગૂગલ ઉપર આ સંપ્રદાયની ઇસ્ટ ઇન્ડિયા કંપની અને ખ્રિસ્તી પાદરીઓ સાથેની જુગલબંધીનો જે ઐતિહાસિક ઉપક્રમ મળ્યો તે પેલા વાક્યથી બિલકુલ વિરૂદ્ધ ચિત્ર બતાવતો હતો. આશીર્વાદ સ્વામિનારાયણે નહોતા આપ્યા, આશીર્વાદ માલ્કમે સ્વામિનારાયણને આપ્યા હતા. આવો જાણીએ એ બ્રિટિશ દસ્તાવેજોના ચિત્રને.
1815 માં ફ્રાંસના નેપોલિયનની વોટરલૂની લડાઈમાં હાર બાદ અંગ્રેજોનો દબદબો દુનિયામાં વધી ગયો. અને ત્યારથી અંગ્રેજોએ દુનિયાભરમાં એક ચળવળ શરૂ કરી ‘પેક્સ બ્રિટાનિકા (Pax Britannica)’, જેનો અર્થ થાય છે ‘બ્રિટીશ શાંતિ’. આ ચળવળનો હેતુ હતો જે દેશ-પ્રદેશ અંગ્રેજોના આધિપત્યમાં આવે ત્યાંના સમાજને સભ્ય બનાવવાની કોશિશો કરી અંગ્રેજ સરકાર સાથે તેમની સમરસતા અને શાંતિ કાયમ કરવી. વિશ્ર્વભરના બ્રિટીશ શાસિત પ્રદેશોમાં આ ચળવળ 1815માં શરૂ થઈ અને 1914માં પ્રથમ વિશ્ર્વ યુદ્ધની શરૂઆત સાથે એનો અંત આવ્યો. એ સો વર્ષની ઙફડ્ઢ ઇશિફિંક્ષક્ષશભફ ચળવળના દસ્તાવેજોનો એક આખો ભંડાર બ્રિટનની યુનિવર્સિટીઓ અને લાઇબ્રેરીઓમાં ભરેલો છે, જેમાં ગુજરાતમાં પેકસ બ્રિટાનિકા કેવી રીતે ચલાવવામાં આવી એ દસ્તાવેજોમાં સહજાનંદ સ્વામી વિશે બહોળા પ્રમાણમાં લખવામાં આવ્યું છે. એજ રીતે જેમ બંગાળમાં પેક્સ બ્રિટાનિકા ચળવળના દસ્તાવેજોમાં રાજા રામમોહન રોય એક મહત્વનું પાત્ર ઉપસી આવે છે. રાજા રામ મોહન રાય સાથે બંગાળમાં જે સામાજિક સુધારણાની ચળવળ ચાલી એ અસલમાં આજ પેકસ બ્રિટાનીકાની ચળવળ હતી. એજ દસ્તાવેજોમાંથી બ્રિટનના લેખકોએ ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી માટે સ્વામિનારાયણ સંપ્રદાય પર કેટલાક પુસ્તકો લખ્યા છે. એમાંથી એક છે રેમોન્ડ બ્રેડી વિલિયમ્સનું ‘An Introduction of Swaminarayan Hinduism’ અને બીજું છે એજ લેખકનું અન્ય સહલેખક સાથે લખાયેલું ‘A new face of Hinduism – Swamianarayan Religion’.
આ બધા પુસ્તકો અને દસ્તાવેજોમાં અંગ્રેજ ગવર્નર જ્હોન માલ્કમ મુખ્ય હીરો છે, જેણે સહજાનંદ સ્વામી રૂપી એક સપોર્ટિંગ એક્ટરની મદદથી ગુજરાતમાં Pax Britannica સ્થાપી. બ્રિટિશ દસ્તાવેજો અને ખ્રિસ્તી પાદરીઓની ડાયરીઓ સહજાનંદ સ્વામીને હિંદુ-ખ્રિસ્તી સંવાદને જન્મ આપી બ્રિટિશ અને સ્વામિનારાયણ હિન્દુઓના સબંધોને આગળ વધારનારા અને હિંદુ શાસ્ત્રોના નવા અર્થઘટન કરી તેમને શુદ્ધ કરનારા એક સમાજ સુધારક તરીકે વર્ણવે છે. આવો હવે એ દસ્તાવેજો અને પુસ્તકોમાં કહેવાયેલા ઇતિહાસને જાણીએ. અહીં આપવામાં આવેલી સમસ્ત જાણકારી એ બ્રિટિશ દસ્તાવેજો અને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓથી જાણીને લખાયેલા રેયમોન્ડ બ્રેડી વિલિયમ્સના પુસ્તક ‘”An Introduction of Swaminarayan Hinduism’ ના પ્રકરણ 1 – “The Beginning of Swaminarayan Hinduism’’ માંથી અપાઈ છે.
ઓગણીસમી સદીના આરંભમાં ગુજરાતમાં બે નેતાઓ બે દિશામાંથી પ્રવેશ્યા, અને તેમણે ગુજરાતી સમાજમાં વમળો ઉત્પન્ન કર્યા. તે વમળો સમાજમાં એવા ઊંડે સુધી ઉતર્યા કે આજે પણ તેની અસર ગુજરાતમાં અને વિદેશોમાં ગયેલા ગુજરાતીઓમાં જોવા મળે છે. એ બે નેતા હતા બોમ્બે પ્રેસીડેન્સીના ગવર્નર જ્હોન માલ્કમ અને સ્વામિનારાયણ હિંદુવાદના સહજાનંદ સ્વામી. એ જ્હોન માલ્કમ જ હતા જેમણે 1818 માં પેશ્વાની અંગ્રેજો સામે હાર થતાં પેશવાનું સરેન્ડર સ્વીકાર્યું હતું. એ સાથે જ ગુજરાત અંગ્રેજોના હાથમાં આવ્યું, જ્યાં વડોદરાને તેનું રાજ્ય સ્વતંત્ર રીતે ચલાવવાનો અધિકાર આપવામાં આવ્યો. કારણકે વડોદરાના ગાયકવાડે 1782માં જ પેશવાથી અલગ પડીને બ્રિટીશ સંરક્ષણ સ્વીકારી લીધું હતું. આમ, વડોદરા રાજ્ય સિવાયનું આખું ગુજરાત અંગ્રેજોના હાથમાં આવ્યું. પણ એ ગુજરાત પેશવાના કુશાસનના કારણે અનેક રજવાડાઓ અને ધાડ પાડું બહારવટિયાઓના પ્રદેશોમાં વહેંચાયેલું હતું. સમાજમાં હિંસા અને કુરિવાજો ચરમ પર હતા. એક રીતે આખા ભારતમાં તે સમયે ગુજરાત સૌથી વધુ હિંસક અને વિખરાયેલો પ્રદેશ હતો. બંગાળનો સમાજ ભણેલો ગણેલો અને બુદ્ધિજીવી હતો, એટલે ત્યાં રાજા રામમોહન રાયની મદદથી ખ્રિસ્તી અને બ્રિટિશ સિધ્ધાંતો સાથે સમાજમાં ચળવળ ઊભી કરવામાં આવી હતી. પણ ગુજરાતના હિંસક અને અસ્તવ્યસ્ત સમાજમાં બ્રિટીશ શાંતિની એ ચળવળ મુશ્કેલ હતી. એટલે ક્રાંતિકારી વિચારોવાળા જ્હોન માલકમે ખ્રિસ્તી પાદરીઓથી અલગ હટીને ગુજરાતી સમાજના ધાર્મિક આગેવાનો દ્વારા સમાજને અંગ્રેજ સરકાર સાથે જોડવાની કોશિશ કરી. અને આ માટે તેણે સહજાનંદ સ્વામીની મદદ લીધી જે કાઠિયાવાડના એક પટ્ટામાં બહોળા પ્રમાણમાં અનુયાયી ધરાવતા હતા. તેમનું નિવાસસ્થાન દાદા ખાચર નામના એક મોટા કાઠી જમીનદારનું ઘર હતું, જે સહજાનંદ સ્વામીના અનુયાયી બનવાના કારણે તેમની જાગીરના સમસ્ત તેર-ચૌદ ગામ સહજાનંદ સ્વામીના અનુયાયી બન્યા હતા. સહજાનંદ સ્વામી તે ગામોમાં વૈષ્ણવ જેવો પણ એક અલગ પ્રકારનો સામાજિક સુધારણાવાળો પંથ ચલાવતા હતા.
અંગ્રેજોના આવ્યા પહેલાંના અમદાવાદના રાજાએ સહજાનંદ સ્વામી પર અમદાવાદ રાજ્યમાં આવવા પર પ્રતિબંધ મૂકી દીધેલો
1818 ફેબ્રુઆરીમાં અંગ્રેજો દ્વારા અમદાવાદની સત્તા હાથમાં આવતાં જ ખેડાના મેજિસ્ટ્રેટ રહેલા એડવર્ડ આયર્નસાઈડે સૌપ્રથમ સહજાનંદ સ્વામીનો અમદાવાદ આવવા પરનો પ્રતિબંધ હટાવ્યો અને તેમને મળવા માટે આવવા આમંત્રણ મોકલ્યું
પણ 1802માં રામાનંદ સ્વામીનો ઉદ્ધવ સંપ્રદાય સંભાળવાથી લઈને 1818 માં અંગ્રેજોના ગુજરાતમાં આવવા સુધીનો પંદર વર્ષનો સમય સહજાનંદ સ્વામીનો ગુજરાતની પ્રજા દ્વારા વિરોધ અને સતામણીનો સમય હતો. કાઠીયાવાડના અમુક રાજાઓએ તેમને ધર્મ વગરના, લોકોને ભરમાવતા વ્યક્તિ કહીને બળપૂર્વક રોકવાની કોશિશ કરેલી. તો અંગ્રેજોના આવ્યા પહેલાના અમદાવાદના રાજાએ સહજાનંદ સ્વામી પર અમદાવાદ રાજ્યમાં આવવા પર પ્રતિબંધ મૂકી દીધેલો. લોકોમાં તેમના પ્રત્યેના રોષનું કારણ જાતિના આધારે લોકો સાથે ભેદ કરતા ઉપદેશ આપવા, સ્ત્રીઓનો અનાદર કરવો, અને મૂળ વૈષ્ણવ સંપ્રદાયથી અલગ ઉપદેશ આપવો વગેરે હતા. રામાનંદ સ્વામીનો સંપ્રદાય સહજાનંદને મળવાથી રામાનંદ સ્વામીની બે સ્ત્રી શિષ્યો અને એક શિષ્ય રઘુનાથદાસે ઉદ્ધવ સંપ્રદાય છોડી દીધેલો, અને તેમના સમર્થનમાં પણ સમાજમાં સહજાનંદ સામે વિરોધ હતો.
પણ 1818 ફેબ્રુઆરીમાં અંગ્રેજો દ્વારા અમદાવાદની સત્તા હાથમાં આવતાં જ ખેડાના મેજિસ્ટ્રેટ રહેલા એડવર્ડ આયર્નસાઈડે સૌપ્રથમ સહજાનંદ સ્વામીનો અમદાવાદ આવવા પરનો પ્રતિબંધ હટાવ્યો અને તેમને મળવા માટે આવવા આમંત્રણ મોકલ્યું. એડવર્ડ આયર્નસાઈડનું સ્વામિનારાયણ સંપ્રદાયના ચોપડાઓમાં ‘ઇરોન સાહેબ’ તરીકે અનેકવાર વર્ણન આવે છે. સંપ્રદાયના ગ્રંથોમાં ઇરોન સાહેબની નોંધ સ્વામિનારાયણને એ વિશ્ર્વાસ અપાવનાર વ્યક્તિ તરીકે છે કે અંગ્રેજો સ્વામિનારાયણના ઉપદેશ આપવાના અધિકારનો બચાવ કરશે અને તેમના સાધુઓને ઉત્પીડન અને હુમલાથી બચાવશે (શ્રીહરિચારિત્રામૃત સાગર 17.74). ઇરોન સાહેબ અને સહજાનંદ સ્વામીની પ્રથમ મુલાકાત 1809માં ખેડામાં થઈ હોવાનું વર્ણન છે, અને તે પછી તે 1817માં પણ મળ્યા. અને 1818 માં જ્યારે અમદાવાદમાં અંગ્રેજ સત્તા આવી ત્યારે ઇરોન સાહેબ કલેકટર હેઠળના અધિકારી તરીકે અમદાવાદ આવ્યા, અને ત્યારે સહજાનંદ સ્વામીને આમંત્રણ આપવામાં આવ્યું. 1819 માં ઇરોન સાહેબ અને સહજાનંદ સ્વામી મળ્યા જ્યાં ઇરોન સાહેબે કાલુપુરમાં મંદિર બાંધવા માટે જમીનનો એક પ્લોટ આપવાનું વચન આપ્યું, અને કહ્યું હવે તે સુરત જવાના છે અને દુલપ સાહેબ (જ્હોન એન્ડ્રુ ડનલોપ) અમદાવાદમાં રહેવાના છે.
જ્હોન એન્ડ્રુ ડનલોપ 1818માં અમદાવાદના પહેલાં કલેકટર નિમાયા હતા. ડનલોપે 1820માં સહજાનંદ સ્વામીને અમદાવાદમાં મંદિર બાંધવા માટે જમીન આપવાની મંજૂરી બ્રિટનથી મેળવી આપી. અને ફેબ્રુઆરી 1822માં કાલુપુરનું એ નર-નારાયણ મંદિર બનીને તૈયાર થયું. આ માટે રેયમોન્ડ વિલિયમ્સ તેના પુસ્તક અક્ષ ઈંક્ષિજ્ઞિંમીભશિંજ્ઞક્ષ જ્ઞિં જૂફળશક્ષફફિુફક્ષ ઇંશક્ષમીશતળમાં લખે છે, 1820 માં અમદાવાદના કલેકટરે સહજાનંદ સ્વામીને મંદિર બાંધવા જમીન આપી અને (સ્વામિનારાયણનું) પહેલું મંદિર ત્યાં બંધાયું. આમ, અંગ્રેજો આ સંપ્રદાયના પહેલા મંદિરના બાંધકામમાં સામેલ હતા, જે એક આબેહુબ પ્રતિક હતું એ વાતનું કે ‘પેક્સ બ્રિટાનિકા’ અને ‘પેક્સ સહજાનંદા’ એક સહિયારા લક્ષ્ય તરફ ચાલનારા સમાંતર આંદોલન હતા. 1823માં જયારે તે નર-નારાયણ મંદિરનું લોકાર્પણ થયું ત્યારે સહજાનંદ સ્વામી સાથે 50,000 લોકો હતા. આમ, બ્રિટીશ આવ્યા તે પહેલાના સહજાનંદના વર્ષો વિરોધ અને સતામણીના રહ્યા હતા, પણ બ્રિટીશ આવ્યા પછીના તેમના આખરી દસ વર્ષ મહાન સફળતા, ઊંચા સમ્માન અને મોટી સમાજ સુધારણાના વર્ષો રહ્યા.’
આયર્નસાઈડ (ઇરોન સાહેબ) અને એન્ડ્રુ ડનલોપ બોમ્બે પ્રેસિડન્સીના ગવર્નર જ્હોન માલ્કમના સહજાનંદ સ્વામી સાથેના પ્લાન હેઠળ કાર્ય કરનારા અંગ્રેજ અમલદાર હતા. જ્હોન માલકમે આગળ આ કાર્યક્રમમાં ખ્રિસ્તી બિશપોને પણ જોડ્યા. એન્ડ્રુ ડનલોપે કાલુપુર મંદિરના નિર્માણ સમયના બે વર્ષોમાં સહજાનંદ સ્વામીના જીવન અને કાર્ય વિશે એક અહેવાલ તૈયાર કર્યો, જેનું નામ હતું ‘હિન્દુઓનો એક નવો સંપ્રદાય (A new sect of Hindus)’. ડનલોપે આ લેખિત અહેવાલને સૌથી પહેલા કલકત્તાની બિશપ કોલેજના પ્રથમ પ્રિન્સિપાલ બનેલા વિલિયમ હોજ મિલ સાથે શેર કર્યો હતો. કાલુપુર મંદિરના ઉદ્દઘાટનના ચાર મહિના બાદ વિલિયમ હોજ મિલ જૂન 1822માં ગુજરાત પ્રવાસે આવ્યા ત્યારે ડનલોપે તેમને આ નિબંધ બતાવ્યો, જેની મિલે તેમની ડાયરીમાં નકલ કરી હતી, જે હવે ઓક્સફર્ડ યુનિવર્સિટીની બોડલીયન લાઇબ્રેરીમાં સચવાયેલો છે. આ આહેવાલનું 1822 માં વિસ્તૃત સંસ્કરણ બોમ્બે કુરિયરમાં અજ્ઞાતપણે પ્રકાશિત થયું હતું, જે ‘સ્વામિનારાયણ હિંદુવાદ’ વિશે અંગ્રેજીમાં પ્રથમ કૃતિ મનાય છે.
સ્વામિનારાયણના અનુયાયીઓ આ બ્રિટિશ અધિકારીઓ સાથે સંપર્કો અને માહિતીના મધ્યસ્થી હતા. વિલિયમ હોજ મિલ પોતાની ડાયરીમાં આહેવાલ આપે છે કે તે એક ગૃહસ્થ કુબેરસિંહ છડીદાર અને સાધુ ભજાનંદ સ્વામીને મળ્યા અને આ આહેવાલ વિશે ચર્ચા કરી. સામે કુબેરસિંહે ખ્રિસ્તી ધર્મના પુસ્તકો આપવાની વિનંતી કરી, જેને સ્વીકારી મિલે તેમને ખ્રિસ્તી નવા કરારના તમામ પુસ્તકો આપ્યા. કુબેરસિંહે દરેક પુસ્તકના નામ અને વિષયવસ્તુ લખ્યા અને સ્વામિનારાયણ સાથે તે પુસ્તકો શેર કરવાનું વચન આપ્યું. સાથે તેમણે મિલને સંસ્કૃત અથવા હિન્દીમાં તેમના સંપ્રદાયના સિદ્ધાંતો સંબંધિત તમામ પુસ્તકો મોકલવાનું વચન આપ્યું હતું. તેમના ભાઈ, મોતીરામ ચોપદાર (અધિકારી), અમદાવાદમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની ઑફિસમાં ક્લાર્ક તરીકે સેવા આપતા હતા અને બ્રિટિશ અને સ્વામિનારાયણ નેતાઓ વચ્ચે મીટિંગ ગોઠવવા માટે મધ્યસ્થી તરીકે કામ કરતા હતા.
ભજાનંદ સ્વામી કાવ્યશાસ્ત્ર, પુરાણો અને આયુર્વેદિક દવાના વિદ્વાન હતા. વચનામૃતના પાંચ પ્રવચનમાં તેઓ છ વખત દેખાય છે. ભજાનંદ સ્વામીએ વિલિયમ મિલ પાસેથી રાજા રામમોહન રોયના ઉપદેશો વિશે માહિતીની વિનંતી કરી, જેમના સુધારાએ બંગાળમાં વિવાદ ઊભો કર્યો હતો અને જેની સાથે મિલ વ્યક્તિગત રીતે પરિચિત હતા. ભજાનંદે કહ્યું કે મિલ તેને રોયના કેટલાક પ્રકાશનો હિન્દી અથવા સંસ્કૃતમાં મોકલે.
માર્ચ 1825 માં અન્ય એક પાદરી સહજાનંદ સ્વામીને મળવા આવ્યા. તે હતા રેજિનાલ્ડ હેબર. જાણીતા કવિ, સ્તોત્ર લેખક અને કલકત્તાના લોર્ડ બિશપ એવા હેબર તેમના કલકત્તાથી બોમ્બે પ્રવાસ દરમિયાન નડિયાદ ખાતે સહજાનંદ સ્વામીને મળ્યા. સહજાનંદ સ્વામી તેમના ભત્રીજાની જનોઈ વિધિના કાર્યક્રમ માટે નડિયાદ આવ્યા હતા. હેબર પોતાના લખાણમાં એ મુલાકાતના ચિત્રને વિચિત્ર કહે છે, કારણકે સહજાનંદ સ્વામી સાથે 200 ઘોડેસવાર તેમના ઘોડા સાથે હતા, અને એનાથી પણ મોટી સંખ્યામાં બંદૂકો લઈને ચાલતા તેમના અનુયાયી હતા. સહજાનંદ સ્વામીની સુરક્ષા માટે આ તાક-જામ અંગ્રેજોએ કરી આપ્યો હતો. હેબર સાથે પણ સો ઘોડેસવાર હતા, અને આ કારણે બે ધાર્મિક શિક્ષકો ઢાલની અથડામણ, અને યુદ્ધ-ઘોડાઓના ટ્રેમ્પના અવાજથી શહેરને ભરી દેતા હોય તેમ મળ્યા. હેબરને વિલિયમ હોજ મિલે સહજાનંદ સ્વામી વિશે જણાવી રાખ્યું હતું, અને નડિયાદ આવ્યા પછી કાઠિયાવાડનો એક રાજકુમાર પણ હેબરને મળવા આવેલો, જેણે સ્વામિનારાયણ સંપ્રદાય વિશે ઘણી નકારાત્મક વાતો હેબરને કરી હતી. આ રાજકુમારે શસ્ત્રોના બળથી આ સંપ્રદાયને નીચે પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંગ્રેજોએ તેને રોક્યો હતો. પણ અંગ્રેજોએ સહજાનંદ સ્વામીના વખાણ કર્યા હોવાથી હેબર આદરભાવ સાથે સહજાનંદ સ્વામીને મળ્યા. અંગ્રેજોએ તેમને કહ્યું હતું કે સહજાનંદ સ્વામી પણ ખ્રિસ્તીઓની જેમ એક ઈશ્ર્વરની જ વાત કરે છે.