શાપરથી ગોંડલ ચોકડી, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, ટિકિટબારીના અસંખ્ય CCTV ચકાસ્યા બાદ પોલીસને મળી સફળતા
રાજકોટ પોલીસ કાલે આરોપીને લઈને પહોંચશે: છૂટાછેડા થઈ જતાં મોટાભાઇના પરિવાર સાથે રહેતો હતો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
રાજકોટના શાપર-વેરાવળમાં ચાર દિવસ પૂર્વે બાળકી પર દુષ્કર્મ આચરી બાળકીને હાઇવે નજીક ફેંકી દીધી હતી હેવાનિયત આચરનાર શખ્સને બિહાર નજીકથી ઝડપી લેવામાં સફળતાં મળી હતી પોલીસ શાપરથી ગોંડલ ચોકડી, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન ગેટ, રેલવે ટિકિટબારી સુધીના અસંખ્ય સીસીટીવી ચકાસી અંતે આરોપીને ઝડપી લીધો હતો જેને કાલે રાજકોટ લાવવામાં આવશે.
શાપરમાં હાઇવે નજીક કસુંબા બેરિંગ ગેટની સામેથી શનિવારે ચાર વર્ષની બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. બાળકીને ચહેરા પર તેમજ ગુપ્તાંગમાં ગંભીર ઇજા હોય 108 મારફત બાળકીને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યાનું તબીબી નિદાનમાં સ્પષ્ટ થતાં શાપર પોલીસ પોલીસે તેના ઘરથી બાળકી જ્યાં લોહીલુહાણ હાલતમાં મળી આવી તે વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં એક શખ્સ બાળકીને તેના ઘર નજીકથી ઉઠાવીને જતો દેખાયો હતો જેથી રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર વી વી ઓડેદરા અને શાપરના પીએસઆઇ આર.કે.ગોહિલ અને તેની ટીમે સીસીટીવી આધારે તપાસ શરૂ કરી હતી જેમાં પ્રથમ શાપરથી ગોંડલ ચોકડીએ ઉતર્યો તે સીસીટીવી જોઇ તે રિક્ષા નંબર આધારે તેના માલિકને પૂછતાંછ કરી હતી.
- Advertisement -
ત્યાંથી બસ સ્ટેન્ડ એક રિક્ષામાં આવ્યો હોય તે રિક્ષા નંબર આધારે તેના માલિકની પૂછતાંછ કરી હતી તે પછી પોલીસે બસ સ્ટેન્ડના સીસીટીવી ચેક કર્યા હતા પરંતુ તે બસ સ્ટેન્ડમાં નહિ ચાલીને આગળ જતો હોય તેવું બહારના સીસીટીવીમાં કેદ થઈ જતાં અને ત્યાંથી ફરી એક રિક્ષામાં બેસી રેલવે સ્ટેશન જતો હોય પોલીસે રેલવે સ્ટેશનના ગેટના અને ત્યાંથી ટિકિટબારીના સીસીટીવી ચેક કર્યા હતા. જેમાં નાઈટમાં ફરજ પર રહેલા સ્ટાફની પૂછતાંછ કરતાં રાત્રે 9 વાગ્યે બે ટિકિટ ઇસ્યુ થતી હોય તેવું જોવા મળતા તપાસ કરતાં એક ટિકિટ અમદાવાદની અને એક ટિકિટ દિલ્હીની હોવાનું જાણવા મળતા પોતે વતન ભાગતો હોવાની માહિતી મળતા તુરંત બે ટીમો તેના વતન દોડાવી હતી અને પોતે વતન પહોંચે તે પૂર્વે જ સ્થાનિક પોલીસની મદદ લઈ દબોચી લીધો હતો પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આરોપીના અગાઉ લગ્ન થઈ ગયા છે પરંતુ તેના છૂટાછેડા થઈ જતાં તે શાપર રહેતા મોટાભાઇ, ભાભી સાથે રહેતો હોવાનું જાણવા મળ્યું છે વધુ વિગતો આવતીકાલે પોલીસ જાહેર કરશે.