ગ્રામ્ય પોલીસે સીસીટીવી આધારે 3700 કિલોમીટરનું 4 દિવસમાં અંતર કાપી ઓપરેશન પાર પાડ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
- Advertisement -
રાજકોટ જિલ્લાના ગોંડલ હાઇવે ઉપર આવેલ શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી નાસી છૂટેલા નરાધમને યુપી તેના વતન ગાજીપુરથી ગરમે પોલીસે દબોચી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
શાપર વેરાવળમાં ઝુંપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવારની ચાર વર્ષની દીકરી સાથે પાંચેક દિવસ પૂર્વે અપહરણ કરી દુષ્કર્મ આચર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા એસપી જયપાલસિહ રાઠોડની સૂચના અને માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવી તપાસ તેજ કરી હતી દરમિયાન આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે આ અંગે માહિતી આપતા ડીવાયએસપી કે જી ઝાલાએ જણાવ્યું હતું કે આરોપી ગોંડલ ચોકડી ત્યાંથી બસ સ્ટેન્ડ અને ત્યાંથી રિક્ષા મારફત રેલવે સ્ટેશન આવી દિલ્હી ગયો હોવાના સીસીટીવી મળી આવતા શાપર પીએસઆઈ જાડેજા અને તેમની ટીમને તાત્કાલિક દોડાવી હતી અને આરોપીના વતન ગાજીપુરના બિરપુર ગામેથી આરોપી ધર્મેન્દ્ર સુધ્ધૂરામ રામ ઉ.38ને દબોચી લીધો હતો પોલીસે ચાર દિવસમાં સતત 3700 કિલોમીટર મુસાફરી કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે આરોપીના અગાઉ લગ્ન થયા હતા હાલ છૂટાછેડા થઈ ગયા છે અને તે તેના મોટાભાઇ સાથે રહેતો હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું હાલ આરોપીના રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે.