ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેર તાલુકાના પલાસડી ગામેથી ચારેક મહિના પહેલા સગીર વયની બાળાનું અપહરણ કરીને ભગાડી જનાર આરોપીને મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે વિરમગામ પંથકમાંથી ઝડપી લીધો હતો તેમજ ભોગ બનનારી સગીરાને પણ શોધી કાઢીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબી જીલ્લામાં સગીર વયના બાળકોના અપહરણના કેસો શોધી કાઢવા એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ પેટ્રોલીગમાં હતી તે દરમિયાન વાંકાનેર તાલુકાના પલાસડી ગામેથી સગીરાનું અપહરણ કરીને ભગાડી જનાર આરોપી અને ભોગ બનનાર સગીરા બંને વિરમગામ તાલુકાના વણી ગામે હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરી હતી જ્યાંથી આરોપી ધર્મેશ ઉર્ફે ધમો સુરેશભાઈ પનારા રહે. હાલ હસનપર, વાંકાનેર, મૂળ રહે. દુધરેજ વડવાળા મંદિર પાસે, સુરેન્દ્રનગરવાળાને ઝડપી લીધો હતો
વાંકાનેરના પલાસડી ગામેથી સગીરાનું અપહરણ કરનાર નરાધમ પોલીસના સકંજામાં
