હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા, ગાયક કલાકાર મયુરભાઈ દવે, ગાયક કલાકાર રશ્મિતાબેન રબારી દ્વારા લોકોને ખૂબ હાસ્ય અને સંગીત સાથે પાણીનું જતન કેમ કરવું તે જણાવ્યું હતુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આજે દિવસે ને દિવસે લોકો પાણીને પાગલની જેમ ઉલેચવા લાગ્યા છે જેનાથી પાણીના જમીનની અંદર તળ સામાન્ય રીતે 500થી 2900 ફૂટ સુધી ઉંડા જતાં રહ્યા છે. આવા સમયે ક્યારેય પાણીની અછત ન થાય તેવા હેતુથી ગોંડલ તાલુકાના નાના સખપુર ગામના પાદરમાં વિશાળ સરોવર બનાવવા માટે ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું હતું. તેમાં હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા, ગાયક કલાકાર મયુરભાઈ દવે, ગાયક કલાકાર રશ્મિતાબેન રબારી દ્વારા લોકોને ખૂબ હાસ્ય અને સંગીત સાથે પાણીનું જતન કરવા માટે જણાવેલું હતું. આ ડાયરામાં આજુબાજુના ગામના વિસ્તારના લોકો, નાના સખપુર ગામના સુરત, અંકલેશ્ર્વર, અમદાવાદ, રાજકોટમાં રહેતા ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને દાતાઓ પણ આવેલા હતા અને ડાયરામાં વધુમાં વધુ પાણીનું જતન થાય તેના માટે નાના મોટા લોકોએ આર્થિક સહયોગ આપેલો હતો. આ કાર્યક્રમનું આયોજન નાના સખપુર ગામના જળ સમિતિ દ્વારા કરવામાં આવેલું હતું જેનો આર્થિક સહયોગ ગણેશભાઈ ગોંડલ દ્વારા કરવામાં આવેલો હતો. આ કાર્યક્રમમાં મહેમાન કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ખાસ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી દ્વારા સમગ્ર પ્રકૃતિની રક્ષા થાય અને ભારત દેશનો આર્થિક અને શારીરિક વિકાસ થાય તેવા હેતુથી વરસાદી પાણીનું યોગ્ય જતન થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે. જેમાં શહેર અને ગામડાના લોકો વરસાદી પાણીને યોગ્ય જતન કરવાના કાર્યમાં જનભાગીદારીથી જોડાઈ જાય અને પાણી પ્રશ્ર્નનો કાયમી ઉકેલ હલ કરે જ્યાં જરૂર પડે ત્યાં સરકારની અચુક મદદ કરીશ તેવું જણાવ્યું હતું.
ગુજરાત રાજ્યના જળ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા નર્મદાના શહેર અને ગામડામાં પહોંચાડવા માટે યોજના દ્વારા જે પાણીની વ્યવસ્થા અલગ અલગ રીતે થઈ રહી છે તેની ઝીણવટભરી માહિતી આપી હતી. તેને ખાસ જણાવેલું કે જ્યાં જ્યાં પાઈપલાઈન નીકળી છે તેનાથી ત્રણ કિલોમીટર એરિયામાં વધુમાં વધુ ચેકડેમ રીપેર, ઉંડા, ઉંચા અને નવા બને તેના માટે પાણીની જરૂરિયાત ઉભી થાય તો નર્મદાના પાણી ભરાઈ શકે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે.
આ લોકડાયરામાં હવે સાધુસંતોએ પણ વરસાદી પાણીને જીવંત દાતા સમજીને લોકોને સમજાવવા માટે વિજયદાસબાપુ રાધાકૃષ્ણ મંદિર, ઘનશ્યામબાપુ રાજપીપડા, રામદયાળદાસબાપુ, ગોપાલદાસબાપુ, ઉપેન્દ્રદાસબાપુ વગેરે બાપુએ આશીર્વાદ આપેલા હતા તેમજ અમરેલી દેવગામથી અરવિંદભાઈ લાવડીયા તેમજ આજુબાજુના સરપંચો અને ગ્રામ્યજનતા ખાસ પધારેલા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નાના સખપુર ગામના લોકો અને શ્રી નાના સખપુર સમિતિ, રાજકોટ, અમદાવાદ, અંકલેશ્ર્વર અને સુરતથી પધારેલા દાતા અને ઉદ્યોગપતિ રવજીભાઈ રામાણી, અરવિંદભાઈ બુસા, ગોરખભાઈ આહીર, સુરેશભાઈ દેસાઈ, મધુભાઈ બુસા, જીગ્નેશભાઈ બુસા, રાજુભાઈ બુસા, ગૌતમ દેસાઈ, હિરેનભાઈ બુસા, જગદીશભાઈ બુસા, જેન્તીભાઈ બુસા, રમેશભાઈ માંડલણકા, જીલ્લુભાઈ દેવડીયા, કરસનભાઈ ભેળા વગેરે લોકેએ જહેમત ઉઠાવી હતી.



