એનજીઓ ફેડરેશન દ્વારા મલ્ટીમીડિયા મ્યુઝિકલ શો : ઓપરેશન સિંદૂરની ઝાંખી, લાઇટીંગ શો આકર્ષણનું કેન્દ્ર રહ્યા
દેશની વિવિધ ભાષામાં આ કાર્યક્રમ તૈયાર કરી અન્ય રાજયોમાં પણ નાટ્ય સ્વરૂપે પ્રસ્તૃત કરાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરના રોજ 75મો જન્મદિવસ છે તેની ઉજવણીના ભાગરૂપે 14 સપ્ટેમ્બરને રવિવારે રાત્રે રેસકોર્સ મેદાનમાં એનજીઓ ફેડરેશન દ્વારા ભવ્ય મલ્ટીમીડિયા મ્યુઝિકલ શોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ઓપરેશન સિંદૂરની ઝાંખી, લાઇટીંગ શો શ્રોતાઓમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમમાં આયોજકોની ધારણા કરતા વધુ શ્રોતાઓ ઉમટી પડ્યા હતા. હાઈટેક પ્રસ્તુતી અને એક એકથી ચડીયાતી આઈટમોને લોકોએ તાળીઓથી વધાવી લીધી હતી. કલરીપટ્ટુ યુદ્ધ નૃત્ય, ઓપરેશન સિંદૂરની થીમ ઉપરનું ભવ્ય લાઈટીંગ સાથેનું ડિમોલિશન ગ્રુપની શૌર્યરસ સભર રજૂઆતો માણવા લાયક હતી. આ ઉપરાંત ઙખના જીવન કથન આધારીત કાર્યક્રમે દર્શકોને અભિભૂત કર્યા હતા. રાજકોટ ખાતે નમોત્સવ કાર્યક્રમ નિહાળવા આવેલા કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે કહયું હતું કે, નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી મહાત્મા ગાંધીના જન્મ દિવસ સુધી ભાજપ દ્વારા દેશમાં સેવા કાર્યો કરવામાં આવશે. આ દિવસોમાં બ્લડ ડોનેશન કેમ્પ, આરોગ્ય સેવાઓ સહિતના આયોજનો છે. વિશ્વભરમાં તેમનું જીવન અનુકરણીય બની ગયું છે. નમોત્સવ કાર્યક્રમમાં તેમના જીવન કથનને સંગીતમય રીતે રજૂ કરવામાં આવ્યું છે. હાલ આ કાર્યક્રમ ગુજરાતીમાં બન્યો છે. ભવિષ્યમાં દેશની વિવિધ ભાષામાં તેને બનાવવામાં આવશે. તેમની સાથે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આવ્યા હતા.



