વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે સહકાર ક્ષેત્રની સફળતાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ બોટાદ
બોટાદ જિલ્લામાં વિવિધ સહકારી સંસ્થાઓ જેવીકે એપીએમસી-બોટાદ, જિલ્લા સહકારી સંઘ, બોટાદ મર્કન્ટાઈલ બેન્ક, મહિલા શરાફી મંડળી અને દૂધ સંઘ દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી સાથે નમો પોસ્ટકાર્ડ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ અભિયાનમાં વડાપ્રધાનને શુભકામનાઓ પાઠવવામાં આવી અને તેમના માર્ગદર્શનમાં સહકારી ક્ષેત્રે થયેલા સુધારા અને પ્રગતિ પર ખાસ પ્રકાશ પાડવામાં આવ્યો હતું.
અભિયાન અંતર્ગત સહકારી ક્ષેત્રની મહત્વની સફળતાઓને ઉજાગર કરવામાં આવી, જેમાં ખેડુતોને 0% વ્યાજે ધિરાણ, ઈજઈ સુવિધા, જનઔષધિકેન્દ્ર, ઙખ-ઊંશતફક્ષ, પ્રાકૃતિક ખેતીના લાભ, ખજઙ મુજબ ટેકાના ભાવ, કિસાન સન્માન નિધિ, ટજ્ઞભફહ રજ્ઞિ કજ્ઞભફહ યોજના હેઠળ વિદેશી દૂધના ઉત્પાદનો પર નિયંત્રણ સહિતના લાભો સામેલ છે. દૂધ ઉત્પાદકો માટે માઈકો એ.ટી.એમ.ની સુવિધા પૂરી પાડવામાં આવી છે, જેથી તેઓ ઓનલાઈન ખાતામાંથી રોકડ મેળવી શકે.
અહેવાલમાં ઉલ્લેખ છે કે, અમેરિકાની ટેરિફ યોજનાઓના કારણે પણ આપણા દીર્ઘદર્શી વડાપ્રધાન દ્વારા ખેડૂતો અને પશુપાલકોને અસરથી બચાવવામાં આવ્યા, જેના કારણે લાખો ખેડૂતો અને પશુપાલકોને લાભ થયો. આ પગલાં સહકારથી સમૃધ્ધિ સૂત્રને વાસ્તવિકતા બનાવતા સાબિત થયા છે.



