સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી વિભાગ રાજકોટના જણાવ્યા મુજબ અટક તેમજ જન્મતારીખ પ્રસિદ્ધ થતાં ગેઝેટ હવે સરકારના ઠરાવથી મુદ્રણ બંધ કરીને ઈ ગેઝેટ તરીકે www.egazatte.gov.in વેબસાઇટ પર ડિજિટલ સ્વરૂપ પર મૂકવામાં આવે છે.
નામ પ્રસિદ્ધિ માટે હવેથી તમામ અરજદાર માટે રૂ ૨૦૦ રજીસ્ટ્રેશન ફી (નોન રિફંડેબલ) તરીકે ઠરાવવામાં આવેલ છે. ગેઝેટ પ્રસિદ્ધની માહિતી અરજદારોની એસ.એમ.એસ. દ્વારા આપવામાં આવતી હોવાથી નામ અટક બદલીનું ફોર્મ ભરતા અરજદારો દ્વારા ફોર્મમાં મોબાઈલ નંબર દર્શાવવો જરૂરી છે, જેની નોંધ લેવા સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી વિભાગ રાજકોટ દ્વારા જણાવાયું છે.


