ખાસ-ખબર સંવાદદાતા
દેશથી 7 હજાર કિલોમીટર દુર આવેલા નૈરોબીની માખીઓએ દેશના સીમાવર્તી વિસ્તારોમાં આતંક ફેલાવ્યો છે. પશ્ચિમ બંગાળના રસ્તે બિહારના સીમાવર્તી જિલ્લામાં હુમલો કરતી આ માખીઓમાંથી થતા ખાસ સ્ત્રાવના કારણ માણસને શરીરમાં ખૂબ જ ખંજવાળ ઉપડે છે. બાદમાં લાલ ચકામ અને ઘાવ થઇ જાય છે. આટલું જ નહીં, માખી જો આંખ પર બેસી જાય તો અંધાપો આવી જાય છે.
જાણકારી મુજબ નૈરોબી ફ્લાઇ (નૈરોબી માખી) આફ્રિકાથી સિકકીમ અને ઉત્તર બંગાળ બાદ હવે બિહારમાં પ્રવેશ કરી ગઇ છે. આ માખીથી કિશન ગંજના પોઠિયા પ્રખંડમાં એક મહિલા સંક્રમિત થયાની પુષ્ટિ થઇ છે.