ઘણા દસ્તાવેજો અને ડિજિટલ સાધનો મળી આવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
રામાલિંગમ હત્યા કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NAI)એ રવિવારે તમિલનાડુના 9 જિલ્લામાં દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીએ 21 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
- Advertisement -
NAI અધિકારીઓએ જણાવ્યું કે પ્રતિબંધિત સંગઠન ઙઋઈંના પાંચ ફરાર જાહેર કરાયેલા અપરાધીઓના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા છે. તેમાં ઘણા દસ્તાવેજો અને ડિજિટલ સાધનો મળી આવ્યા છે. રામલિંગમની 5 ફેબ્રુઆરી 2019ના રોજ હત્યા કરવામાં આવી હતી. તમિલનાડુના તંજાવુર જિલ્લાના તિરુવિદાઈમારુથુર પોલીસ સ્ટેશનમાં 6 ફેબ્રુઆરીએ કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ શરૂ કરવામાં આવી હતી. ગઈંઅએ 7 માર્ચ 2019ના રોજ તપાસ હાથ ધરી હતી. એજન્સીએ કહ્યું કે રામલિંગમની હત્યા પાછળનો હેતુ ધાર્મિક સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને બદલો લેવાનો હતો.
કારણ કે તેઓ સતત બળજબરીથી થતા ધર્માંતરણનો વિરોધ કરતા હતા. આ કારણોસર રામલિંગમની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં, 2 ઓગસ્ટ, 2021ના રોજ, ગઈંઅએ કેસમાં ફરાર PFI સભ્ય રહેમાન શાદિકની ધરપકડ કરી હતી. રહેમાન શાદિકની ધરપકડ બાદ તપાસ એજન્સીએ ખુલાસો કર્યો હતો કે રહેમાન તમિલનાડુના તંજાવુર જિલ્લામાં PFI માટે કામ કરતો હતો.
તેણે રામલિંગમની હત્યા કરાવવા માટે ઘણા સભ્યોની ભરતી પણ કરી હતી. હત્યાને અંજામ આપ્યા બાદ તે ઘણા દિવસો સુધી તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં છુપાયો હતો.