વહેલી સવારથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા; સાંજની વિશેષ આરતીમાં ભક્તો ભાવવિભોર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના એક એવા નાગેશ્વર મહાદેવ મંદિરે ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ શુભ દિવસે ભગવાન ભોલેનાથને વિવિધ સુગંધિત પુષ્પો દ્વારા વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શિવભક્તોએ કતારબદ્ધ થઈ દાદાના દર્શન કર્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન ’હર હર મહાદેવ’ના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. સાંજે યોજાયેલી વિશેષ આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ જોડાઈને ભગવાન નાગેશ્વરની આરાધના કરી ધન્યતા અનુભવી હતી. આ પવિત્ર અવસરે દર્શન માટે ભાવિકોનું ઘોડાપૂર ઉમટતા તંત્ર દ્વારા સુરક્ષાની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી.



