પકડાયેલ આરોપી રાજકોટ મધ્યસ્થ જેલમાં વચગાળાની પેરોલ રજા પર છુટ્યા બાદ પરત ફર્યો નહીં અને ફરાર થઈ ગયા
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતનાઓની સુચના મુજબ અમરેલી જિલ્લામાં શરીર સંબંધી અને મિલ્કત સંબંધી ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને સુચના આપેલ હોય તેમજ ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવી સાવરકુંડલા દ્વારા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ. ત્યારે નાગેશ્રી પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.બી.ચાવડાની રાહબરી હેઠળ નાગેશ્રી પોલીસની ટીમ દ્વારા નાગેશ્રી પોલીસ સ્ટેશનના 2017 આઇ.પી.સી. કલમ 302, 34, 376, 363, 366 તથા પોકસો એકટ ક.08, 18 મુજબના ’રેપ વિથ મર્ડરના’ ગુન્હાના કામના આરોપી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પાકા કામના કેદી નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમ આધારે વચગાળાની પેરોલ રજા ઉપર મુકત થયેલ. ત્યારબાદ આરોપી પોતાની પેરોલ રજા ભોગવ્યા બાદ જેલમાં હાજર થવાને બદલે ફરાર થઇ ગયો હતો. ફરાર થયેલ આરોપીને ખાનગી બાતમી તેમજ ટેકનીકલ સોર્સથી પકડી પાડવામાં નાગેશ્રી પોલીસને સફળતા મળી છે. હાલ પકડાયેલ આરોપી લખમણ ઉર્ફે લખા હમીરભાઇ વાઘેલા, રહે.ભાડા, તા.જાફરાબાદ, જિ.અમરેલી ને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવા તજવીજ કરવામાં આવેલ છે.



