યજ્ઞ, કુંવારીકા ભોજનઅને સંતોનો ભંડારો યોજાયો
જૂનાગઢના ઝાંઝરડા રોડ સ્થિતિ આવેલ ખેતલીયા દાદા મંદિરે આનંદ આશ્રમ ખાતે નાગપંચમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સવારે યજ્ઞ સાથે ધાર્મિક કાર્યક્રમ શરૂઆત કરવામાં આવી હતી. તેમજ બપોરે સંતોનો ભંડારો યોજાયો હતો અને આસપાસના ગામોની કુવારીકાઓનું સમૂહ ભોજન રાખવામાં આવ્યુ હતુ અને બપોરે યજ્ઞની પુર્ણાહુતિ સાથે સાંજે મહાપ્રસદાનો આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ધાર્મિક પ્રસંગે ભારતી આશ્રમના મહંત હરીહરાનંદબાપુ તેમજ ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરીબાપુ, મહાદેવગિરીબાપુ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય ભંડારા સાથે નાગપંચમીની ઉજવણી કરવામાં આવી હતી.