યુરોપિયન સ્પેસ એજન્સીએ તાજેતરમાં 5 મિનિટનો ઓડિયો બહાર પાડયો
ખાસ-ખબર સંવાદદાતા
અંતરિક્ષ વિજ્ઞાન હજુ પાપા પગલી ભરી રહયું છે ત્યારે બ્રહ્માંડના અનેક રહસ્યોનો તાગો મેળવવાનો બાકી છે. યુરોપિયન સ્પેસ એજન્સીએ તાજેતરમાં 5 મીનિટનો એક ઓડિયો બહાર પાડયો છે જેમાં પૃથ્વીના ચુંબકિય ક્ષેત્રમાંથી અવાજ આવે છે.
આમ તો કોઇ પણ પ્રકારનો સુમધૂર કુદરતી અવાજ સાંભળવો ગમે છે પરંતુ વૈજ્ઞાાનિકોનું માનવું છે કે ચુંબકિય ક્ષેત્રનો અવાજ ડરાવે તેવો છે.
કલ્પના ના કરી શકાય તેવો અવાજ પ્રગટ થઇ રહયો છે. ભયાનક કર્કશ અવાજ સાથે કોઇ શ્વાસોશ્વાસ લઇ રહયું હોય તેવો અનુભવ થાય છે.
અમેરિકાની સ્પેસ એજન્સી નાસાનું માનવું છે કે પૃથ્વીની આંતરિક ચુંબકિય ક્ષમતા એટલે કે મેગ્નેટિઝમને મેગ્નેટોસ્ફીયર કહેવામાં આવે છે.
આ પૃથ્વીની સપાટીની ચારે તરફ એક કોમેટ આકારનું ક્ષેત્ર બનાવે છે જે નુકસાનકારક સોલર અને કોસ્મિક કણોના રેડિએશનથી પૃથ્વીને સુરક્ષિત રાખે છે એટલું જ નહી સૌર તોફાનો સામે વાતાવરણને કવચ પુરુ પાડે છે.
પૃથ્વીના ચુંબકિય ક્ષેત્રના રહસ્યમય ધ્વનિનું થયું રેકોર્ડિગ : કોઇ શ્વાસ લેતું હોય તેવો આવે છે અવાજ



