રાયબરેલીથી ચૂંટણી નહીં લડે સોનિયા ગાંધી, કોંગ્રેસ લોકોની સાથે છે અને લોકો માટે છે
સોનિયાએ રાજકીય ઇનિંગ્સના અંતનો સંકેત આપ્યો
ખાસ-ખબર સંવાદદાતા
આજે રાયપુરમાં કોંગ્રેસ અધિવેશનનો બીજો દિવસ ચાલી રહ્યો છે અને આ સાથે મલ્લિકાર્જુન ખડગે બાદ સોનિયા ગાંધીએ પણ પોતાના અભિપ્રાય આપ્યા છે. આ સાથે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ રાજનીતિમાંથી નિવૃત્તિ લેવાનો સંકેત આપ્યો છે અને કહ્યું કે મારી યાત્રા ભારત જોડો યાત્રા સાથે સમાપ્ત થઈ શકે છે. હું માનું છું કે ભારત જોડો યાત્રા ટર્નિંગ પોઈન્ટ બનશે. રાહુલના નેતૃત્વમાં આ યાત્રા સફળ રહી છે. આ સાથે એવા સંકેત પણ મળી રહ્યા છે કે રાયબરેલીથી સોનિયા ગાંધી ટૂંટણી લડશે નહીં. આ સંજોગોમાં રાહુલ ગાંધી કોંગ્રેસની કમાન સંભાળી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
સોનિયા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસે લોકતંત્રને મજબૂત કર્યું છે. મનમોહન સિંહના નેતૃત્વમાં સારી સરકાર રહી હતી. દેશ અને કોંગ્રેસને માટે ચેલેન્જિંગ સમય જોવા મળી રહ્યો છે. દલિતો અને મહિલાઓ પર પણ અત્યાચાર થઈ રહ્યા છે. હું માનું છું કે એક ખાસ અનુસાશન સાથે કામ કરવાની જરૂર છે.
સોનિયા ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું કે જનતા માટે કોંગ્રસ લડવા માટે તૈયાર છે. કોંગ્રેસ લોકોની સાથે છે અને લોકો માટે છે. અલ્પસંખ્યકોની સાથે દેશમાં ભેદભાવ થઈ રહ્યો છે. કોંગ્રેસ તમામને ન્યાય અપાવશે. હું માનું છું કે અહીં ઉદ્યોગપતિઓની મદદ કરવામાં આવી રહી છે.
સોનિયા ગાંધીએ પોતાની રાજકીય ઇનિંગ્સના અંતનો સંકેત આપતા કહ્યું કે તેમની રાજકીય ઇનિંગ્સનો અંત ભારત જોડો યાત્રા સાથે થઇ શકે છે. યુપીએ અધ્યક્ષે કહ્યું, “2004 અને 2009માં અમારી જીત તેમજ ડો. મનમોહન સિંહના સક્ષમ નેતૃત્વએ મને વ્યક્તિગત સંતોષ આપ્યો, પરંતુ મને સૌથી વધુ ખુશી એ છે કે મારી ઇનિંગ્સનો અંત ભારત જોડો યાત્રા સાથે થયો, જે સાબિત થયું. કોંગ્રેસ માટે ટર્નિંગ પોઈન્ટ સમાન રહેશે ભારત જોડો યાત્રા.