ધરતીનું સૌથી સ્માર્ટ AI હોવાનો દાવો, DeepSeek-ChatGPT સાથે ટક્કર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.18
ઈલોન મસ્કેOpenAI ખરીદવા માટે ઓફર આપી હતી અને પછી OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેને આ ઓફર નકારી કાઢી, ત્યારબાદ બંને વચ્ચે ઓનલાઈન પ્લેટફોર્મ પર સંઘર્ષ શરૂૂ થયો હતો. હવે ઈલોન મસ્કે તેમનું લેટેસ્ટ AI વર્ઝન Grok 3 રજૂ કર્યું છે. આ પ્લેટફોર્મ DeepSeek અને ChatGPT સાથે સ્પર્ધા કરશે.
આજે, ભારત સહિત વિશ્ર્વના ઘણા લોકોને ’સૌથી સ્માર્ટ AI’ જોવા મળશે, જેનો દાવો બીજા કોઈએ નહીં પણ વિશ્ર્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કે કર્યો છે. તેમણે ડ પ્લેટફોર્મ પર દાવો કર્યો હતો કે તેઓ આજે વિશ્ર્વની સૌથી ઝડપી Grok 3 AI લોન્ચ કરવા જઈ રહ્યા છે.
- Advertisement -
ઈલોન મસ્કની ડ પોસ્ટ મુજબ Grok 3 AI સોમવારે રાત્રે 8 વાગ્યે યુએસ સમય અનુસાર ડેમો સાથે રિલીઝ થશે. ભારતીય સમય મુજબ આ લોન્ચ મંગળવારે સવારે 9થી 9:30 વાગ્યાની વચ્ચે થશે.
ઈલોન મસ્ક દ્વારા આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે અન્ય અઈં પ્લેયર્સ સાથે તેમનો સંઘર્ષ ચાલી રહ્યો છે. તાજેતરમાં ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે ઘાયક્ષઅઈં ખરીદવાની ઓફર કરી હતી અને ત્યારબાદ ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને તે ઓફરને નકારી કાઢી હતી. આ પછી બંને વચ્ચે ટકરાવ શરૂૂ થયો હતો.
ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક પણ DeepSeekની ફાઉન્ડર ટીમનો ભાગ રહી ચૂક્યા છે. OpenAIની શરૂૂઆત વર્ષ 2015માં થઈ હતી. આ પછી ઈલોન મસ્ક આ ટીમથી અલગ થઈ ગયા અને બાદમાં Grok નામનું પોતાનું AI પ્લેટફોર્મ વિકસાવવાની યોજના બનાવી. તેનો ઉપયોગ ડ પ્લેટફોર્મ (જૂનું નામ ટ્વિટર) પર સરળતાથી થઈ શકે છે.
Grok 3 ના લોન્ચ પછી AI ક્ષેત્રમાં સ્પર્ધા વધશે. DeepSeek R1લોકપ્રિયતાના રેકોર્ડ તોડવા માંગશે. તાજેતરમાં, ચીની સ્ટાર્ટઅપ ઉયયાજયયસએ તેની ઓછી કિંમતને કારણે લોકપ્રિયતા મેળવી છે. ઉયયાજયયસ છ1ની ChatGPT સાથે સ્પર્ધા હતી. હવે Grok 3 પણ આ રેસમાં જોડાશે.
ઈલોન મસ્કનું Grok 3 કેમ ખાસ, કેટલું સ્માર્ટ?
એક કાર્યક્રમમાં Grok 3 વિશે વાત કરતી વખતે ઈલોન મસ્કે કહ્યું કે તેમાં જબરદસ્ત તર્ક ક્ષમતાઓ છે. અત્યાર સુધી કરવામાં આવેલા પરીક્ષણોમાં કોઈ મોડેલ તેની સામે ટકી શક્યું નથી. તેમણે કહ્યું કે ક્યારેક તેમને એવું પણ લાગે છે કે તેમની અઈં ખૂબ જ સ્માર્ટ છે. મસ્કે દાવો કર્યો હતો કે આ મોડેલ એવા ઉકેલો લઈને આવી રહ્યું છે જેના વિશે કોઈએ ક્યારેય વિચાર્યું નથી કે કલ્પના પણ નથી કરી. ઈલોન મસ્કના મતે તેને સિન્થેટિક ડેટાથી તાલીમ આપવામાં આવી છે. આ AI તાર્કિક સુસંગતતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. જ્યારે તે કોઈ ખોટો ડેટા શોધે છે, ત્યારે તે આપમેળે તે ડેટા વિશે વિચારે છે અને કાઢી નાખે છે. તેનો મૂળ તર્ક ઘણો સારો હોવાનું કહેવાય છે. Grok 3 વિશે હજુ સુધી ઘણી વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તે ઘણી અદ્યતન સુવિધાઓથી સજ્જ હશે. તે ટેક્સ્ટ-ટુ-વિડિયો ક્ધવર્ઝન સાથે લોન્ચ થશે, જે ટેક્સ્ટ પ્રોમ્પ્ટ્સમાંથી સરળતાથી વીડિયો બનાવી શકશે. જો આવું થાય, તો Claudeના ૠઙઝ-4, ગૂગલના જેમિની અને એન્થ્રોપિકના ઈહફીમયને સખત સ્પર્ધાનો સામનો કરવો પડશે.
- Advertisement -