વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક અને ટેસ્લા તેમજ સોશિયલ મીડિયા પ્લટેફોર્મ Xના માલિક એલન મસ્કે એક વીડિયો શેર કર્યો છે. જે એક એઆઈ જનરેડેટ વીડિયો છે. આ વીડિયોમાં વિશ્વના તમામ મોટા લીડર્સ રેમ્પ વોક કરતા જોવા મળી રહ્યા છે. જુઓ મજેદાર વીડિયો.
એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લટેફોર્મ X પર 1 મિનિટ અને 23 સેકેન્ડનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં એલન મસ્ક સહિત પીએમ મોદી, પુતિન, ઓબામાં ટ્રમ્પ સહિતની મોટી હસ્તીઓ રેમ્પ વોક કરતી જોવા મળી રહી છે. આ વીડિયો એઆઈ જનરેટેડ છે. જેમાં તમામ મોટી હસ્તીઓને એક યૂનિક આઉટફિટ પહેરલા જોઈ શકાય છે. આ પોસ્ટના કેપ્શનમાં મસ્કે લખ્યું છે કે, High time for an AI fashion show એટલે કે એઆઈ ફેશન શોનો સમય આવી ગયો છે.
- Advertisement -
જણાવી દઈએ કે, આ તમામ વર્લ્ડ લીડર્સ અસલી નહીં પરંતુ વર્ચુઅલ સ્ટેજ પર રેમ્પ વોક કરી રહ્યા છે.આ એઆઈ દ્વારા જનરેટ કરવામાં આવેલો વીડિયો છે. આ વીડિયો પીએમ મોદી સનશેડ લગાવી અને વ્હાઈટ શૂઝ પહેરેલા જોવા મળી રહ્યા છે.