ખાસ-ખબર સંવાદદાતા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર હજુ પણ ખોટ કરતી કંપની છે. આ માહિતી કંપનીના માલિક એલોન મસ્કે પોતે આપી હતી. એક ટ્વિટના જવાબમાં, મસ્કએ કહ્યું, ’જાહેરાતની આવકમાં લગભગ 50% ઘટાડો અને ઊંચા દેવાને કારણે કંપનીનો કેશ ફ્લો હજુ પણ નકારાત્મક છે. બીજું કંઈપણ હાંસલ કરતા પહેલા આપણે હકારાત્મક રોકડ પ્રવાહ સુધી પહોંચવાની જરૂર છે.
જો કે, મસ્કે જાહેરાતની આવકમાં ઘટાડો થવાનો સમયગાળો સ્પષ્ટ કર્યો નથી. મસ્કે અગાઉ કહ્યું હતું કે ટ્વિટર 2023માં લગભગ 3 બિલિયનની આવક પેદા કરવાના ટ્રેક પર છે, જે 2021માં 5.1 બિલિયનથી વધુ છે. 28 ઓક્ટોબર 2022ના રોજ, એલોન મસ્કે ટ્વિટરને 44 બિલિયનમાં ખરીદ્યું હતું. ટ્વિટરના ઈન્ડિપેન્ડન્ટ બોર્ડના અધ્યક્ષ બ્રેટ ટેલરે ભારતીય સમય અનુસાર બપોરે 12.24 વાગ્યે એક પ્રેસ રિલીઝમાં મસ્ક સાથેના સોદાની જાણકારી આપી. તે સમયે મસ્કે જણાવ્યું હતું કે કંપનીને દરરોજ લગભગ 32 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
- Advertisement -
મસ્કે ટ્વિટર પર આવક વધારવા માટે ઘણા ફેરફારો કર્યા છે. તેઓ તેમના પ્લેટફોર્મ પરથી કમાણી કરવા માટે માત્ર જાહેરાતકર્તાઓ પર નિર્ભર રહેવા માંગતા નથી. આ કારણોસર, તેમણે વિશ્વભરમાં બ્લુ સબસ્ક્રિપ્શન પ્લાન પણ લોન્ચ કર્યો. તાજેતરમાં, તેમણે ટ્વિટર પર પોસ્ટ વાંચવા માટે દૈનિક મર્યાદા નક્કી કરી હતી. વેરિફાઈડ યુઝર્સ હવે એક દિવસમાં માત્ર 10,000 પોસ્ટ જ વાંચી શકશે. અનવેરિફાઇડ યુઝર્સ એક હજાર પોસ્ટ વાંચી શકે છે, જ્યારે નવા અનવેરિફાઇડ યુઝર્સ દરરોજ માત્ર 500 પોસ્ટ જ વાંચી શકે છે.