ઇવનિંગ પોસ્ટમાં સભ્યો માટે આઇકાર્ડ સાથે જ પ્રવેશ ફરજિયાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરગમ ક્લબ સંચાલિત સીનીયર સીટીઝન પાર્ક ઇવનિંગ પોસ્ટમાં તા. 03/09/25 શનિવાર સાંજે 5:30 કલાકે રોકલાઇન મ્યુઝીકલ ગ્રુપ દ્વારા સંગીત સંધ્યા યોજાશે. ત્યારબાદ, તા. 06/09/25 શનિવાર સાંજે 5:30 કલાકે “યરાના મ્યુઝીકલ ગ્રુપ” અને તા. 07/09/25 રવિવાર સાંજે 5:30 કલાકે તરાના મ્યુઝીકલ ગ્રુપ દ્વારા સંગીત સંધ્યાનું આયોજન રહેશે.
સમસ્ત સભ્યોએ પ્રવેશ માટે આઇકાર્ડ સાથે હાજરી આપવી ફરજીયાત છે, તેના વગર પ્રવેશ મંજૂર નહીં કરવામાં આવે. સમયસર હાજરી સાથે સભ્યો કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
- Advertisement -
કાર્યક્રમના સફળ આયોજન માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તથા ઇવનિંગ પોસ્ટના ઇન્ચાર્જ મનસુખભાઈ મકવાણા, સહ ઇન્ચાર્જ જયપાલસિંહ ઝાલા, હરનેશભાઈ સોંલકી, બી.પી. સેખ, અલ્પેશભાઇ કેયુર અને ભાવેશભાઈ જોષી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.