1100 CCTV, ચશ્માં, એક ફોન કૉલે આરોપી સુધી પહોંચાડ્યા
અન્ય બે આરોપી પણ પકડાયા: તમામનું મેડિકલ ચેકઅપ કરાવાયું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ વડોદરા
નવરાત્રિના બીજા નોરતે જ વડોદરામાં સગીરા પર ગેંગરેપ કરનાર સંસ્કારી નગરીના રાક્ષસોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. 5 આરોપી પૈકી 3 ઉત્તરપ્રદેશના વિધર્મી હોવાનું સામે આવ્યું છે. ગરબા રમવા નીકળેલી 16 વર્ષની સગીરા તેના મિત્ર સાથે વડોદરાના ભાયલી-બીલ રોડ વિસ્તારમાં બેઠી હતી. ત્યારે 3 નરાધમે તેના મિત્રને ગોંધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું, જ્યારે 2 આરોપી ભાગી ગયા હતા. આરોપીઓને હાલ મેડિકલ ચેકઅપ માટે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. વડોદરામાં ગેંગરેપ મામલે પોલીસ કમિશનર નરસિંમ્હા કોમારે જણાવ્યું કે શહેર ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઓપરેશનમાં વડોદરા ગ્રામ્ય પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જોડાયા હતા. આરોપીઓ વિરુદ્ધ BNS અને POCSO હેઠળ ગુનો નોંધાયો છે. તપાસ દરમિયાન ફિઝિકલ પુરાવા એકત્રિત કર્યા છે. વિક્ટિમનો મોબાઇલ આરોપીઓ લઇ ગયા હતા તેના આધારે આખો ગુનો ઉકેલાયો છે.
સમગ્ર રૂટ પરના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. સાથે જ બાઇકના આધારે પણ ભેદ ઉકેલવામાં મદદ મળી હતી. ઘટનાસ્થળ પર સૌથી પહેલા એક ચશ્મા મળ્યાં તે મહત્ત્વનું હતું. આરોપીઓ એક મોબાઈલ લઇ ગયા હતા તે પણ અમારા માટે મહત્ત્વનો પુરાવો હતો. આરોપી પીડિતાનો ફોન લઇ ગયા હતા. તેના પર ફોન કરતા તેમને ઉઠાવ્યો અને 5થી 7 સેક્ધડ કોલ ચાલુ રહ્યો. તેમાં ક્રાઈમ બ્રાન્ચ આરોપીઓ સુઘી પહોંચી. બાદમાં આરોપીઓએ એ મોબાઇલને તોડી નાખ્યો હતો. આ કેસમાં અંદાજિત એક લાખ કોલ ટ્રેસ કર્યા હતા. ત્રણેય આરોપીઓ પોતાના ઘરેથી ઝડપાયા છે. તેઓ એક કોમ્યુનિટીના અને એકસાથે પીઓપીનું કામ કરતા હતા. આ ગુનામાં સંડોવાયેલા 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. મુન્ના અબાસ વણજારા, (રહે. તાંદલજા, મૂળ યુપી), મુમતાઝ જુબેદાર અને શાહરુખ આ ત્રણેય મુખ્ય આરોપીઓ છે. આરોપીઓ 19 વર્ષ પહેલાં વડોદરા આવ્યા હતા. જેઓ ઙઘઙના વ્યવસાય સાથે સંકળાયેલા છે.