શહેરમાં માર્ગ વચ્ચે અડીંગો જમાવીને બેસતા રઝળતા ઢોરની સમસ્યા વિકટ બની
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં જ્યાં જુઓ ત્યાં માર્ગ વચ્ચે અડીંગો જમાવીને બેસતા રઝળતા ઢોરની સમસ્યા વિકટ બનતી હોય છે. અત્ર તત્ર સર્વત્ર ઢોરના અડીંગા વાહન ચાલકો માટે તો અવરોધરૂપ બને છે પણ ચાલીને જતા રાહદારી માટે જોખમરૂપ છે. કયારેક તો બે આખલાની લડાઇનો નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે ત્યારે રાજકોટ મનપાએ છેલ્લા 6 દિવસમાં 228 રખડતા પશુઓને પકડી લીધા છે.
- Advertisement -
શહેરના શિવનગર, ન્યુ શક્તિ સોસાયટી, છપ્પનીયા ક્વાર્ટર, સેટેલાઇટ ચોક, જય જવાન જય કિશાન સોસાયટી, મોરબી રોડ જકાતનાકુ, નરસિંહનગર, માર્કેટ યાર્ડ, હુડકો ક્વાર્ટર, તિરૂપતી બાલાજી નગર, આર્યનગર, ત્રીવેણી ગેટ, બી ડીવીઝન, રણછોડનગર, પેડક રોડ, સંતકબીર રોડ, ભગવતીપરા મેઇન રોડ, છઝઘ ઓફીસ પાસે તથા આજુબાજુમાંથી 36 (છત્રીસ) પશુઓ, રૈયાધાર રોડ, ઓસ્કર સીટી, શાસ્ત્રીનગર, નવી કોર્ટ સંકુલ રોડ, રૈયાધાર ક્વાર્ટર, યુનિવર્સીટી રોડ, સાધુવાસવાણી રોડ, રૈયાધાર ગાર્બેજ તથા આજુબાજુમાંથી 23 (ત્રેવીસ) પશુઓ, રેલનગર, સંતોષીનગર, બ્રીજ પાસે જંકશન મેઇન રોડ, હમીરસિંહજી ચોક પાસે તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 228 પશુઓ પકડવામાં આવ્યા છે.