બાકીદારો સામે મનપાની લાલઆંખ: મિલકત વેરા-વસુલાત સામે કુલ 116 મિલકતોને સીલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તા. 9 એપ્રિલ 20205થી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. આજના દિવસ સુધી કુલ 3.74 કરદાતા દ્વારા 286 કરોડની વસુલાત થવા પામેલ છે. જ્યારે બાકી મિલકત વેરા-વસુલાત સામે મનપાએ લાલઆંખ કરી છે. જેનો વેરો બાકી છે તેવી 116 મિલકતોને સીલ કરવામાં આવેલ છે.
- Advertisement -
આ કામગીરી માનનીય કમિશ્નરશ્રીના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશનર સી.કે.નંદાણી તથા સેન્ટ્રરલ ઝોનના આસિ.કમિશનર સમીર ધડુક તથા વેસ્ટબ ઝોનના આસિ. કમિશનર દીપેન ડોડીયા તથા વેસ્ટ્ ઝોનના આસિ.કમિશનર એચ.પી.રૂપારેલીયા તથા સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સંલ પટેલ, ભાવેશ પુરોહિત,વેસ્ટસ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, હાર્દિકસિંહ જાડેજા ઈસ્ટ ઝોન મેનેજર ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ ટેક્ષ ઇન્સ્પેક્ટર દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવે છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે. મિલકતધારકોને વેરા બીલ પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવેલ છે. જે મિલ્કતધારકોને વેરા બીલ ન મળેલ હોઈ તેઓને લગત વોર્ડ ઓફિસેથી મિલકતવેરાનાં બીલો મેળવી લેવા તથા 1 ઓક્ટોબરથી નિયમનુસાર વ્યાજ લાગુ પડશે.
રાજકોટ મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ તમામ મિલકતધારકોને જણાવવામાં આવે છે કે પોસ્ટમ દ્વારા મિલકત વેરા બીલની બજવણી કરવામાં આવેલ છે. જે પણ મિલકતધારકોને મિલકત વેરા બીલ મળેલ ન હોય,તો તેઓ ઓફિસ સમય દરમિયાન લગત વોર્ડ ઓફિસનો સંપર્ક કરી પોતાની મિલકતના બિલ મેળવી શકે છે. જે મિલકતધારકોને મિલકત વેરાનાં બિલ ના આવતા હોય તો તેવા મિલકતધારકોએ પોતાની મિલકતની નવી-આકારણી તથા વેરા બિલની ચકાસણી કરવા માટે લગત વોર્ડ ઓફિસનો સંપર્ક કરવો તથા પોતાની મિલકતના વેરા બિલની પ્રિન્ટઆઉટ મેળવી લેવી.



