ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતાં અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે ત્યારે તા.25-07થી તા. 21-08 દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો કોઠારીયા ગામ, કોઠારીયા સોલવન્ટ, રામનગર, ગણેશનગર, શ્યામપાર્ક, સ્વાતિપાર્ક, માંડા ડુંગર, માનસરોવર તથા આજુબાજુમાંથી 40 પશુઓ, રૈયાધાર, શાંતીનગર, શાસ્ત્રીનગર, સત્યમપાર્ક, અજમેરા, વિગેરે વિસ્તારોમાંથી 16 પશુઓ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પુનીતનગર તથા આજુબાજુમાંથી 7 પશુઓ, ગાંધીગ્રામ, માધાપર ગામ તથા આજુબાજુમાંથી 8 પશુઓ, સહકાર મેઈન રોડ, નંદા હોલ, જલારામ ચોક, કિશાન ગૌશાળા તથા આજુબાજુમાંથી 15 પશુઓ, મોટા મૌવા, મટુકી રેસ્ટોરેન્ટ, દિવાળી પાર્ક, પટેલવાડી ચોક તથા આજુબાજુમાંથી 37 પશુઓ, ભગવતીપરા, સંતકબીર રોડ, ખોડીયાર પાર્ક, ગ્રીનલેન્ડ ચોકડી, બેડીપરા, જય જવાન જય કિશાન, શિવનગર, શ્રીરામ સોસાયટી તથા આજુબાજુમાંથી 28 પશુઓ, પરશુરામ મારબલ, ઈન્દ્રપ્રસ્થ સોસાયટી, સાધુ વાસવાણી રોડ, ક્રિસ્ટલ મોલ તથા આજુબાજુમાંથી 11 પશુઓ, નાણાવટી ચોક તથા આજુબાજુમાંથી 7 પશુઓ, પ્રદ્યુમનપાર્ક, રાજારામ સોસાયટી તથા આજુબાજુમાંથી 10 પશુઓ તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 363 પશુઓ પકડવામાં આવ્યા હતા.
શહેરમાં અડચણરૂપ કુલ 363 પશુને પાંજરે પૂરતી મહાપાલિકાની ટીમ
