ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર અમિત અરોરાએ વહિવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે, જેમાં આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના 10 કર્મચારીઓ નિવૃત્ત થતા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ મોમેન્ટો આપી સન્માન કરી વિદાયમાન આપ્યું હતું. આ પ્રસંગે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ ફરજ પરથી નિવૃત્ત થતા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકામાં ખૂબ સારી સેવા બદલ સૌનો આભાર વ્યક્ત કરૂં છું, આપ સૌ રાજકોટ મહાનગરપાલિકા પરિવારના સદસ્ય હતા અને હંમેશા રહેશો, આવનારા દિવસોમાં જો કોઈપણ પ્રશ્ર્નો હોય તો કોર્પોરેશનના દરવાજા આપના માટે હંમેશા ખુલ્લા જ છે. જે-તે શાખાના કર્મચારીના વડા પાસે અથવા મને ખુદ રૂબરૂ આવીને આપના પ્રશ્ર્નો જણાવી શકો છો.
ઓગસ્ટ-2022નાં છેલ્લા દિવસે નિવૃત્ત થયેલ સ્ટાફ પારધી લાલજીભાઈ જેઠાભાઈ, રામોલીયા સી. એ., શેખ મહમદ બોડુંમિયા, ઉમરેઠીયા ભગવાનજીભાઈ આર., ભટ્ટી રાજેન્દ્રસિંહ ભગવતસિંહ, પરમાર કાન્તીભાઈ દેવશીભાઈ, ગોહેલ કાનજીભાઈ બટુકભાઈ, ભાયાણી વિજયભાઈ પ્રાગજીભાઈ, ગણાત્રા પ્રવીણભાઈ શંભુભાઈ અને ઝાલા લક્ષ્મીબેન કિશોરભાઈ નિવૃત્ત થયા છે. આજરોજ યોજાયેલા નિવૃત્તિ વિદાય સન્માન સમારોહમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરાના વરદહસ્તે કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.