લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે ફૂડ વિભાગનું ચેકિંગ
ફૂડ વિભાગ સક્રિય થતાં ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે આવા સમયે મીઠાઈ વધુ વેચાતી હોય છે. ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય તે માટે રાજકોટ મનપાની શાખાએ ડેરી પ્રોડક્ટસમાં ચેકિંગ હાથ ધર્યું છે. રાજકોટમાં આવેલી ડેરી, સ્વીટ માર્ટ, ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દૂધ, પનીર, માવા સહિતની વાનગીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ખાદ્ય પદાર્થોના સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલાયા છે. જો કે ફૂડ વિભાગ સક્રિય થતાં ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો છે.
શહેરમાં અનેક જગ્યાએથી નમૂના લેવામાં આવ્યા
1. મોળો માવો (લુઝ): સ્થળ – લક્ષ્મી જાંબુ, દિપક સોસાયટી, રૈયા રોડ, ગાંધીગ્રામ
2. માવો (લુઝ): સ્થળ – શ્રીરામ જાંબુ, દિપક સોસાયટી, 3/4 કોર્નર, કનૈયા ચોક પાસે
3. પનીર (લુઝ): સ્થળ – પાયલ પંજાબી ફૂડ પાર્સલ, પ્રેરણા કોમ્પ્લેક્ષ, અમીન માર્ગ
4. પનીર (લુઝ): સ્થળ – જશોદા ડેરી ફાર્મ, શિવાલિક કોમ્પ્લેક્ષ, પુષ્કરધામ ચોક,
5. પનીર (લુઝ) અને પીઝા ચીઝ: સ્થળ – પંગત રેસ્ટોરન્ટ, રામદુલારે સોસાયટી પાસે, કોઠારીયા
6. મિક્સ ડ્રાયફૂટ્સ રોલ: સ્થળ – જશોદા ડેરી ફાર્મ, શિવાલિક કોમ્પ્લેક્ષ, પુષ્કરધામ ચોક
7. શ્રી ગીતા કપાસિયા અને સીંગતેલ તેલ: સ્થળ – શ્રી ગીતા જીનિંગ, યુનિવર્સિટી રોડ
8. મીઠો માવો (લુઝ): સ્થળ -હરભોલે ડેરી ફાર્મ, મહેતા કોમ્પ્લેક્ષ, હનુમાન મઢી, રૈયા રોડ
9. પનીર (લુઝ): સ્થળ -પાપા લુઈઝ, કમિશનર બંગલા સામે,
10 પ્રોસેસ્ડ ચીઝ (લુઝ): સ્થળ -ડાયમંડ એન્ટરપ્રાઇઝ (ફૂડ અડ્ડા), કોટેચાનગર મેઇન રોડ, રાજકોટ.
11 પનીર (લુઝ): સ્થળ – ડાયમંડ એન્ટરપ્રાઇઝ (ફૂડ અડ્ડા), કોટેચાનગર મેઇન રોડ, રાજકોટ.
12 પ્રોસેસ્ડ ચીઝ (લુઝ): સ્થળ -મદ્રાસ કાફે, કોટેચાનગર મેઇન રોડ, રાજકોટ.
13. બટર (ઓલ્ટેડ) (લુઝ): સ્થળ -મદ્રાસ કાફે, કોટેચાનગર મેઇન રોડ, રાજકોટ.
14. મિલ્કી મિસ્ટ પીઝા ચીઝ (200 લળ ાસમ): સ્થળ -પાટીલ વડાપાઉં, કોટેચા મેઇન રોડ નુતનનગર
15. મલાઈ પનીર (લુઝ): સ્થળ -દિપક સેન્ડવીચ, કોટેચા મેઇન રોડ, નુતનનગર
16. ક્વોલિટા ચીઝ એનાલોગ (રજ્ઞિળ 1 સલ ાસમ): સ્થળ -બોમ્બે સ્ટ્રીટ ફૂડ ઢોસા, કોટેચા સ્કૂલ પાસે,
17. શુધ્ધ ઘી (લુઝ): સ્થળ -શ્રીમાન છોટુજી સમોસા વાલે, કોટેચા સ્કૂલ પાસે
18. પનીર (લુઝ): સ્થળ -વેલ્ધી ફૂડ, કોટેચા સ્કૂલ પાસે, કોટેચા મેઇન રોડ
19. બટર (લુઝ): સ્થળ -દીપ સેન્ડવીચ, નુતનનગર હોલ પાસે, કોટેચા સ્કૂલ પાસે
20. ચીઝ (લુઝ): સ્થળ -પાયલ પંજાબી ફૂડ પાર્સલ, પ્રેરણા કોમ્પ્લેક્ષ, અમીન માર્ગ
21. પનીર (લુઝ): સ્થળ -શાહી એન્ટરપ્રાઇઝ, આઇકોનીક વર્લ્ડ કોમ્પ્લેક્ષ, પાટીદાર ચોક
22. મોઝરેલા ચીઝ (લુઝ): સ્થળ -શાહી એન્ટરપ્રાઇઝ, આઇકોનીક વર્લ્ડ કોમ્પ્લેક્ષ, પાટીદાર ચોક
23. મીઠો માવો (લુઝ): સ્થળ – લક્ષ્મી જાંબુ, દિપક સોસાયટી શેરી નં.2, નેમિનાથ સોસાયટી પાસે
24. બટર (લુઝ): સ્થળ – દેવ ફેમેલી રેસ્ટોરેન્ટ, કોઠારીયા ગામ, ખોખડદળ રોડ
25. મોળો માવો (લુઝ): સ્થળ – જય જલારામ દુગ્ધાલય એન્ડ જાંબુ, લાખના બંગલા પાસે
26. મીઠો માવો (લુઝ): સ્થળ – શ્રીરામ જાંબુ, ઇ-64 દિપક સોસાયટી, 3/4 કોર્નર, કનૈયા ચોક પાસે
27. મિક્સ દૂધ (લુઝ): સ્થળ – જામનગર રોડ, નાગેશ્વર, જૈન દેરાસરની સામે
28. ભેંસનું દૂધ (લુઝ): સ્થળ – ગાયત્રી ડેરી ફાર્મ, નાગેશ્વર, પાર્શ્વનાથ હાઇટસ



