શીતલનો માવા-બદામ આઈસ્ક્રીમ અને શેફ રેસ્ટ્રોના દાલ ફ્રાયના નમૂના લેવાયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા દ્વારા તા.06-06-2013ના રોજ ’શ્રી પટેલ રસ’ સ્થળ: પોપટ પરા મેઇન રોડ, પટેલ ઓટો ગેરેજ પાછળ, રામદેવપીર મંદિર પાસે, રાજકોટ મુકામેથી ’મેંગો મિલ્ક શેઇક (લુઝ)’ નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવ્યા હતા. જેના નમૂના ‘અનસેફ ફૂડ’ જાહેર થતા મ્યુનિસિપલ કોર્ટ રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાન લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા નામદાર મેજિસ્ટ્રેટ નેહાબેન ટી. કારીયાએ નીચે મુજબના જવાબદારોને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ ચાર પેઢીને કસૂરવાર ઠેરવ્યા છે. જેમાં ટારજનપરી કેશુપરી ગોસ્વામી (નમૂનો આપનાર ફૂડ બિઝનેશ ઓપરેટર- પેઢીના ભાગીદાર) ને એક માસની કેદ તથા રૂ.1,00,000/- (એક લાખ)નો દંડની સજા તથા (2) સોમાભાઈ બાબુભાઇ ખૂંટ (પેઢીના ભાગીદાર) ને એક માસની કેદ તથા રૂ.1,00,000/- (એક લાખ)નો દંડની સજા તથા (3) પટેલ રસ (ઉત્પાદક ભાગીદારી પેઢી) ને રૂ.50,000/- (પચાસ હજાર) ની રકમ રાજકોટ મહાનગરપાલિકામાં વળતર પેટે જમા કરવા અંગે ચુકાદો આપેલ છે. અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ 1 માસની સજાનો હૂકમ કરેલ છે. આ કામે રાજકોટ મહાનગરપાલિકા તરફે વિદવાન વકીલ ડી.આર.રાવલ રોકાયેલા હતા.
આ સિવાય પેડક રોડ વિસ્તારમાં આવેલા ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 12 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી.. જેમાં 03 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. જ્યારે શીતલ માવા બદામ ફ્લેવર્ડ -લો ફેટ આઇસ્ક્રીમ સ્ટિક બાર (35 મિલી પેક્ડ): સ્થળ- ભવનાથ એન્ટરપ્રાઇઝ, પ્લોટ નં. 48-49, બંજરગ મેડીકલ પાસે, મારૂતિનગર મેઇન રોડ, રાજકોટ અને દાલ ફ્રાય (પ્રિપેર્ડ -લુઝ): સ્થળ- ખછ. ઈઇંઊઋ છઊજઝછઘ, સતનામ પાર્ક-કોર્નર, જૂનો મોરબી રોડ, રાજકોટ.