ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ મનપા કમિશનર ડો.ઓમ પ્રકાશની સૂચના દ્વારા નાયબ કમિશનર ડી.જે જાડેજાના માર્ગદર્શનમાં આસી.કમિશનર અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ કલ્પેશ ટોલિયાની ટીમના સુપરવાઈઝર મનીષભાઈ દોશી, રાજેશ ત્રિવેદી અને એસઆઈ મયુર ખેરાળા તેમજ હિતેશ પરમાર દ્વારા દોલપરા એરિયામાં આવેલ ભવાની એસ્ટેટમાં આવેલ પ્લાસ્ટિકના ગઠ્ઠા બનાવતા કારખાને દારે જાહેરમાં રોડ ઉપર કચરાના પોટલા રાખી ગંદકી ફેલાવવા માટેનો રૂ. 15,000નો દંડ સ્થળ ઉપર વસૂલ લેવામાં આવેલ તેમજ ઝાંસી રાણી સર્કલ પાસે આસ્થા પ્લસ કોમલેક્સમાં આવેલ ઇન્ડયન બેંક દ્વારા બાજુના વોકળામાં કચરો નાખવામાં આવતા બેંક ને રૂપિયા 25,000નો દંડ મળી કુલ રૂ. 40,000નો દંડ ફટકારવામાં આવેલ આ અંગે આગાઉ પણ મનપા કમિશનર દ્વારા જાહેરમાં કચરો કે ગંદકી ફેલાવનારા દંડ કરવામાં આવેલ ફરી જૂનાગઢ શહેરના નાગરિકો અને વેપારીઓને અપીલ કરવામાં આવે છે કે જાહેર રસ્તા કે વોકળા નાળામાં કોઈ પણ જાતનો કચરો ફેંકવો નહિ કે ગંદકી કરવી નહિ અન્યથા દંડનીય કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ અંતે યાદીમાં જણાવેલ છે.
જાહેરમાં ગંદકી અને કચરો ઠાલવતા બે આસામીને મનપાએ 40 હજારનો દંડ ફટકાર્યો
