ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.23/09/2025 થી તા.29/09/2025 સુધી શહેરના ધાર્મિક સ્થળો, મ્યુઝિયમ, પ્રવાસન સ્થળો, બાગ બગીચાઓ, ઐતિહાસિક સ્થળો, સાર્વજનિક અને રાષ્ટ્રીય ઉદ્યાનની સફાઈ અને શહેરના મુખ્ય માર્ગની સફાઈ, બજાર અને વાણિજ્ય વિસ્તારની સફાઈ, પબ્લિક ટોયલેટ તથા કોમ્યુનિટી ટોયલેટની સફાઈ માટે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે.
જે અંતર્ગત આજ તા 02/10/2025 ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વછોત્સવ અંતર્ગત નદી, તળાવ, વરસાદી પાણીના નાળા, માર્કેટ અને વાણિજ્ય વિસ્તાર, મુખ્ય માર્ગ, પબ્લિક ટોયલેટ, કોમ્યુનિટી ટોયલેટ, જીવીપી વગેરે સ્થળોએ 5009 સફાઈ કામદારો દ્વારા 24 ટન કચરોનો નિકાલ કરી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. આજની રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડિયા અને સેનિટેશન સમિતિ ચેરમેન નિલેશભાઈ જલુ સહિતના મહાનુભાવો ઝુંબેશમાં જોડાયા હતા. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.1 થી 18 વોર્ડમાં પણ શ્રમદાન અને સઘન સફાઈ ઝુબેશ હાથ ધરવામા આવેલ. આ ઝુંબેશમા વોર્ડ નં.1 થી 18 વોર્ડમાં લગત વોર્ડના કોર્પોરેટર ઓ, સ્થાનિક આગેવાનો, અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા
મનપા દ્વારા સ્વચ્છોત્સવ અંતર્ગત 24 ટન કચરાનો નિકાલ
