કર્મચારીને મેન હોલમાં ઉતરવું નહીં પડે, માનવ મૃત્યુ જેવી દુર્ધટના અટકાવી શકાશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સફાઇ માટે સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત જીયુડીએમ દ્વારા રૂ. 67 લાખનું સફાઇ મશીન ફાળવાયું છે. જે વ્હિકલ માઉન્ટેડ મેન હોલ ક્લિનિંગ મશીન દ્વારા શહેરની ભૂગર્ભ ગટરો સફાઇ કરાશે. જેના કારણે કર્મચારીને મેન હોલમાં સફાઇ કરવા નહીં ઉતરવું પડે અને માનવ મૃત્યુ જેવી દુર્ધટના અટકાવી શકાશે. સુરેન્દ્રનગર મનપામાં ગટર સફાઇ માટે આધુનિક સેન્સરવાળુ મશીન માનવ રહિત સ્વચ્છ સર્વેક્ષણ અભિયાન હેઠળ કુલ 10 મશીન ફાળવાયા છે. નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ.કે. કટારાએ જણાવ્યું કે આ રોબોટ ગટરના મેન હોલના અંદર સુધી જઇ સફાઇ કરશે. નગર પાલિકાને જીયુડીએમ દ્વારા ફંડ અપાયું છે. આ અંગે મશીનના ઓપરેટર જ્યોર્જભાઇએ જણાવ્યું કે, આ રોબોટ જે ગટરની સફાઇ કરે છે. આ રોબોટમાં રોબોટિક આર્મ ગટરમાં ઉતરી 360 ડિગ્રી સફાઇ કરી શકે છે. વ્હિકલ પર રાખવામાં આવેલું હોવાથી સરળતાથી હેરફેર થઇ શકે અને સેફલી મેન હોલ સફાઇ કરી શકાય છે.



