ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલતી રોડ પર ડામરથી પેચવર્કની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં વેસ્ટ ઝોનના વોર્ડ નં.1માં નાણાવટી ચોકથી રૈયા રોડ અને વગડ ચોકડી ખાતે ચાલુ કામગીરી નિહાળી હતી. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેસ્ટ ઝોન સહીતના તમામ ઝોનના તમામ વોર્ડમાં રોડ રિસ્ટોરેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.