રાજકોટ શહેરના સ્માર્ટ સિટી એરિયાને વધુ ડેવલોપ કરવાના ઉદેશ્યથી રાજકોટ મહાનગરપાલિકા કમિશનર અમિત અરોરાએ ચાલુ કામગીરી અને આવશ્યક કામગીરી કરવા અંગે રૂબરૂ મુલાકાત કરી હતી. જેમાં અટલ સરોવર અને નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ સહિતના વિસ્તારની મુલાકાત કરી હતી.
- Advertisement -
મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરએ નોંધ કરી કે પરસુરામધામ મંદિર પાસે આવેલ લેઈક-૨ તળાવ ઓવરફ્લો થાય ત્યારે તેનું પાણી રસ્તો ક્રોસ કરે છે ત્યારે ત્યાના બંને રસ્તા એક ૨૪ મીટર અને બીજો ૪૫ મીટરના બંને રસ્તા પરથી પાણી વહે છે. આ બંને રસ્તા પર બોક્સ કન્વર્ટ બનાવવા તેમજ અટલ સરોવર લેઇન-૧ ઓવરફ્લો થાય ત્યારે તેનું પાણી ૧૫૦ ફૂટ રીંગ રોડ વહેતા ત્યાં પણ બોક્સ કન્વર્ટ બનાવવા અંગે મંજૂરી આપેલ છે.
જેટલો ચોકડી પાસે ઇલેક્ટ્રિકની બે લાઈન પસાર થાય છે એક ૧૩૨ KV અને બીજી ૬૬ KV. આ બંને લાઈનને અન્ડરગ્રાઉન્ડ કરવા તેમજ જામનગર રોડ થી ૧૫૦ ફૂટ રીંગ રોડ SRP કેમ્પ સુધીના ૨ થી ૨.૫ કિ.મી. રોડ હાલ ૧૦ થી ૧૦.૫ મીટર છે જેને પહોળો કરવા અંગે મ્યુનિ. કમિશનરએ ચર્ચા વિચારણા કરી હતી.
- Advertisement -
મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડી. સાગઠીયા, સ્પેશિયલ સિટી એન્જી. અલ્પના મિત્રા, પી.એ. (ટેક) ટુ રસિક રૈયાણી, ATP અજય વેગડ, L & T ના પ્રતિનિધિ ગણેશ મૂર્તિ અને સુનીલકુમાર તેમજ જેટકોના એન્જી. વરસડા અને ચિખલીયા ઉપસ્થિત રહ્યા હતા.