મગફળીમાં મુંડા આવતા ખેડૂતોને આર્થીક ફટકો પડ્યો: સર્વેની માંગ
ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડા પંથકમાં મગફળીનું સારું એવું વાવેતર થયું હતું.પરંતુ મગફળીનાં પાકમાં મુંડા આવતા પાક નિષ્ફળ થયો છે. મેંદરડા પંથકમાં અનેક ખેડૂતોએ મગફળીનો પાક નિષ્ફળ જતા રોટાવેટર ફેરવી દીધુ છે. ખેડૂતોને આર્થીક ફાટકો પડ્યો છે. વહેલી તકે સર્વે કરી સહાય ચુકવવા ખેડૂતોએ માંગ કરી હતી.તેમજ મેંદરડાનાં દેવગઢનાં ખેડૂતો મગફળીનાં પાકમાં મુંડા આવતા 10 વિઘામાં રોટાવેટર ફેરવી દીધું હતું.ચાલુ વર્ષે સારો વરસાદ થયો છે. વર્ષ પણ સારુ રહ્યું હતું. પરંતુ ખેડૂનોને નુકસાનની ભોગવવાનો સમય આવ્યો છે. સારા વર્ષની આશાએ ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું. સારા વરસાદ બાદ મગફળીનાં પાકમાં સારો થવાની આશા હતી. સતત વરસાદનાં પગલે મગફળીનાં પાકમાં જુદાજુદા રોગ આવ્યાં હતાં. સતત વરસાદનાં પગલે મગફળીનાં પાકમાં પાણી ભરાઇ ગયા હતા. તેમજ મગફળીનાં પાકમાં મુંડાનો ઉપદ્રવ જોવા મળ્યો છે. જૂનાગઢ જિલ્લાનાં દરેક તાલુકામાં મગફળીનાં પાકમાં મગફળીનો ઉપદ્રવ જોવા મળ્યો છે.મગફળીનો પાક નિષ્ફળ થયો છે.મેંદરડા પંથકમાં પણ મુંડાનો ભારે ઉપદ્રવ દેખાયો છે. મેંદરડાનાં દેવગઢમાં ખેડૂતો પાયમાલ થઇ ગયા છે. મગફળીનાં પાકમાં મુંડા આવતા મગફળી ઉપાડી લેવાની ફરજ પડી હતી. દેવગઢનાં ખેડૂતે 10 વિઘામાં મગફળીનું વાવેતર કર્યું હતુ અને અંદાજે 50 હજાર કરતા વધુનો ખર્ચ થયો હતો. મુંડા આવતા ખેડૂતો 10 વિઘાની મગફળીમાં રોટાવેટર ફેરવી દીધી હતું. મેંદરડા પંથકમાં મુંડાનાં કારણે મગફળીનો પાક નિષ્ફળ થયો ત્યારે અહીં સરકાર દ્વારા તાત્કાલી સર્વે કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તેમજ સર્વે કરી ખેડૂતોને સહાય ચુંકવા માંગ કરાઇ છે.