પ્રથમ વખત ભારતના કોઈ મહાનગરમાં 92 અબજોપતિઓ નોંધાયા
જોકે ચીનમાં કુલ 814 અબજોપતિઓ; ભારતમાં હજુ 271 જ છે; ગ્લોબલ રિચ ઈન્ડેકસમાં મુંબઈ ત્રીજા સ્થાને ચીનના ધનવાનોની સંપત્તિ ઘટી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.26
ભારત એ હવે બિલીયોનર્સ કલબમાં પણ વિશ્ર્વના અનેક દેશોને હંફાવી રહ્યું છે. દેશમાં એક તરફ દેશમાં છેલ્લા 10 વર્ષમાં 25 કરોડથી વધુ લોકોને ગરીબી રેખાથી બહાર કાઢવામાં સફળતા મળી છે તેમ હવે દેશમાં ધનવાનોમાં પણ વધુ ધનવાન બનવાની સ્પર્ધા છે તે સમયે એશિયન ટાઈગર તરીકે ભારત એ ચાઈનીઝ ડ્રેગનને પણ બીલીયોનર્સ મોરચે પડકારી રહ્યું છે.
હાલમાં જ પ્રસિદ્ધ થયેલ એક રિપોર્ટ મુજબ ચીનમાં 414 બિલીયોનર્સ છે તેની સામે ભારતમાં હજુ 217 બિલિયોનર્સ છે પણ જો બન્ને દેશના વ્યાપારી પાટનગરની વાત કરો તો મુંબઈમાં બિલીયોનર્સ મોરચે બિજિંગને પાછળ રાખી દીધુ છે. મુંબઈ એ ભારતનું વ્યાપારી પાટનગર છે. એક સમયે કહેવાતું કે દોરી-લોટો લઈને મુંબઈ આવેલા અનેક અબજોપતિ બની ગયા છે તે હજું પણ ચાલુ છે.
- Advertisement -
લેટેસ્ટ આંકડા મુજબ મુંબઈ લેટેસ્ટ આંકડા મુજબ મુંબઈમાં 92 બિલીયોનર્સ વસે છે જેની સામે ચીનના પાટનગર બિજિંગમાં 91 બિલિયોનર્સ વસે છે. જો કે આ અબજોપતિઓની વાત છે. ન્યુયોર્ક 119 અને લંડન 97 બિલિયોનર્સ સાથે પ્રથમ બે ક્રમાંકે છે. મુંબઈમાં 92 અને બિજીંગમાં 91 તો શાંધાઈમાં 87 શેનઝેનમાં 84 તથા હોંગકોંગમાં 65 બિલિયોનર્સ વસે છે.
આમ આ સાતમાં ચાર તો ચાઈનાજ છે. જો બીજીંગને પાછળ રાખવામાં મુંબઈમાં હાલમાં જ 26 નવા બિલિયોનર્સ નોંધાયા તેણે આ સરસાઈ બનાવી છે. બિજીંગમાં નવા 18 બિલિયોનર્સ બન્યા છે. મુંબઈમાં જે 92 બિલિયોનર્સ છે તેની કુલ સંપતિ 445 બીલીયન ડોલરની છે જે ગત વર્ષ કરતા 47% વધી છે. બિજીંગના બિલિયોનર્સની સંપતિ 265 બિલિયન ડોલર છે જે ખરેખર 28% ઘટી છે. ચીનમાં જે રીતે રીયલ એસ્ટેટ સહિતના ક્ષેત્રે જબરી મંદી છે અને આ દેશનું અર્થતંત્ર હચમચી ગયુ છે તેનું આ કારણ છે. તેની સામે ભારતમાં જે રીતે સૌથી ઝડપથી આગળ વધતી ઈકોનોમી છે તેનો ફાયદો મળ્યો છે. તેઓ વનર્જી-ફાર્મા અને રીયલ એસ્ટેટનો ફાળો સૌથી મોટો છે.
રીયલ એસ્ટેટમાં લાંદા ફેમીલીએ તેની સંપતિમાં 116%નો મોટો વધારો આ વર્ષે જોયો છે તો વૈશ્ર્વિક અબજોપતિઓની યાદીમાં રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી મજબૂત રીતે તેમના સ્થાને રહ્યા છે. તેઓ 10માં સ્થાને છે. હીડનબર્ગ સહિતનામાં પણ સહન કરીને પણ ગૌતમ અદાણીએ તેમની પોઝીશન ફરી મેળવી છે અને તેઓ હાલ 15માં સ્થાને છે. એસસીએલના શિવ નાદર અને તેનું ફેમીલી ઉપરાંત કોરોનાની વેકસીનથી જાણીતા બનેલા સાયરસ પુનાવાલામાં વિરોધાભાસ જોવા મળ્યો છે. નાદર 16 સ્ટેપ ઉપર આવીને 34માં સ્થાને તો પુનાવાલા 9 સ્ટેપ નીચા ગયા અને 55માં સ્થાને છે.
સનફાર્માના દિલીપ સંઘાણી 61માં સ્થાને, ડી-માર્ટના રાધાક્રિષ્ન દામાણી 71માં સ્થાને અને આદિત્ય બિરલા ગ્રુપના કુમાર મંગલમ બિરલા 100માં સ્થાને રહ્યા છે તેઓ પ્રથમ વખત હન્ડ્રીડ કલબમાં સામેલ થયા છે.