પોલીસ કમિશનર ત્યાગીએ માફિયાઓના સફાયા માટે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અફસરોને જન્મ આપ્યો અને લગભગ 1200 જેટલાં એન્કાઉન્ટર 1990થી 2000 વચ્ચે થયા
ભાવતી વાનગી ખાવી, જેમ અવારનવાર ગમે તેમ મુંબઈના અંડરવર્લ્ડની વાતો પણ વાંચવી, જોવી ગમે – એટલી બધી વખત આપણી સામે મૂક્વામાં આવી છે. કંપની, શૂટ આઉટ એટ લોખંડવાલા, અબ તક છપ્પન, સરકાર… મુંબઈ, દાઉદ ઈબ્રાહીમ અને મુંબઈ પોલીસ પર આવી અનેક સુપરહિટ ફિલ્મો બની ચૂકી છે. જો કે હવે તેમાં એક ઓથેન્ટિક ઉમેરો થયો છે. ર0ર3ના પ્રથમ અઠવાડિયે જ મુંબઈના અંડરવર્લ્ડ પર બનેલી ડોક્યુમેન્ટરી નેટફલિક્સ પર સ્ટ્રીમ થઈ છે : મુંબઈ માફિયા – પોલીસ વર્સીસ ધ અન્ડરવર્લ્ડ.
- Advertisement -
રાઘવ દર અને ફ્રાન્સીસ લોંગહર્સ્ટે બનાવેલી આ ડોક્યુમેન્ટરીમાં આમ જૂઓ તો એકપણ વાત એવી નથી કે જે આપણે જાણતા નથી છતાં મુંબઈના અન્ડરવર્લ્ડ પર બનેલી તમામ ફિલ્મો કરતાં તેનું વજન વધારે આંક્વું પડે કારણકે, એ હોર્સીસ માઉથ (લાગતા-વળગતાં લોકોના મોંએ) કહેવાયેલી વાતોનો દસ્તાવેજ છે. બેશક, આ ડોક્યુમેન્ટરીનું ફોક્સ માત્ર દાઉદ ઈબ્રાહીમ અને તેની ગેંગ પર છે એટલે મુંબઈના બીજા ડોનનો ઉલ્લેખ સુધ્ધાં નથી. સચ્ચાઈ પણ એ છે કે મુંબઈનું માફિયા વર્લ્ડ દાઉદ ઈબ્રાહીમના કારણે જ વર્લ્ડ ફેમસ બન્યું છે. 1980 ના દશકાના પૂર્વાધમાં માથું ઊંચકીને પથરાઈ ગયેલાં દાઉદ ઈબ્રાહીમ અને તેની ગેંગને નાથવા માટે મુંબઈ પોલીસે ચોપ વધારી ત્યારથી આ ડોક્યુમેન્ટરી શરૂ થાય છે. એ વખતે મુંબઈની ક્રાઈમ બ્રાંચના સીપી આફતાબ અહેમદ ખાન (એ. એ. ખાન, જેમનું ર0રરમાં અવસાન થયું) હતા. તેમણે જ દાઉદ વિરૂદ્ઘ ઉપાડેલી ઝુંબેશમાં માયા ડોળસ (જેના એન્કાઉન્ટર પર ફિલ્મ બની), દિલીપ ભુવા વગેરેના એન્કાઉન્ટર થયા પણ….
એ પછી આવેલા પોલીસ કમિશ્નર ત્યાગીએ માફિયાઓના સફાયા માટે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અફસરોને જન્મ આપ્યો અને લગભગ બારસો જેટલાં એન્કાઉન્ટર 1990 થી ર000 વચ્ચે થયા. આ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટના પરાક્રમો એટલાં ચર્ચાસ્પદ થયા કે ટાઈમ મેગેઝિન સુધી ચમક્યા અને ત્યાર બાદ પ્રદીપ શર્મા, રવિન્દ્ર આંગે્ર (અને દયાનાયક) જેવા આ પોલીસ અધિકારીઓને જાલી એન્કાઉન્ટર મુે જેલ પણ થઈ… મુંબઈ-માફિયામાં એ. એ. ખાન, પ્રદીપ શર્મા, રવિન્દ્ર આંગે્ર જેવા પોલીસ અફસર ઉપરાંત એસ. હુસૈન ઝૈદી, પૂજા ચાંગોઈવાલા, મીન્ટી તેજપાલ, એલૈક્સ પેરી (ટાઈમ મેગેઝિનના કોરસપોન્ડન્ટ)ના ઈન્ટરવ્યૂ પણ છે. એલેક્સ પેરીએ જ ટાઈમ મેગેઝિનમાં લખેલા રિપોર્ટ પછી એન્કાઉન્ટર સ્ક્વોડ ની કાર્યપદ્ઘતિ પર ભીંસ વધી હતી. એલૈક્સ ખુદ સ્વીકારે છે કે, મને બહુ આશ્ચર્ય થતું હતું કે બારસો એન્કાઉન્ટર થયા છતાં એ એન્કાઉન્ટર કરનારાંને ક્યારેક કોઈ ઈજા નહોતી થઈ કે ગોળીનો ઘસરકો પણ થયો નહોતો
મુંબઈ માફિયા ડોક્યુમેન્ટરી ઓવરઓલ એક નોંધનીય દસ્તાવેજ તો છે જ
- Advertisement -
ડોક્યુમેન્ટરીમાં જે તે સમયના વિડિયો-ફૂટેજ પણ દેખાડવામાં આવ્યા છે જેમાં દાઉદ ઈબ્રાહીમ પણ છે તો શેખર ગુપ્તાને પ્રદીપ શર્મા (11ર એન્કાઉન્ટર તેમના ચોપડે નોંધાયા છે) ઈન્ટરવ્યૂ આપે છે ત્યારે તેમની સાથે ઉભેલા વિજય સાલસકર પણ દેખાય છે. ડોક્યુમેન્ટરીની હાઈલાઈટસ એ છે કે તેમાં દાઉદ ઈબ્રાહીમના પડોશી ઉપરાંત દાઉદની ગેંગમાં કામ કરી ચૂકેલાં શ્યામ કિશોરનો ઈન્ટરવ્યુ પણ છે. મુંબઈ પોલીસ જયારે ગુંડો દેખાય, ગુંડો મારુંની તીવ્ર ઈચ્છા સાથે કામ કરતી હતી ત્યારે સલામત રહેવા માટે શ્યામ કિશોર મુંબઈ છોડીને ખોટા નામે ગોવા શિફટ થઈ ગયો હતો. દશ વરસ પછી તેણે મુંબઈમાં પગ મૂકેલો અને પોતાના ગુના સબબ બે વરસની જેલ સજા પણ તેણે ભોગવી હતી.
મજા તો એ હતી કે એન્કાઉન્ટર સ્પેશિયલ સ્ક્વોડ જયારે માફિયાઓનો સફાયો કરતી હતી ત્યારે દાઉદ ઈબ્રાહીમ તો દુબઈ ભાગી ગયો હતો. આરોપ તો એવા પણ થતા હતા કે દાઉદ યા છોટા રાજન કે છોટા શકીલ કે અબુ સાલેમને ખટક્તાં લોકોના જ મુંબઈમાં એન્કાઉન્ટર થતા હતા. સાચું ખોટું રામ જાણે.
આદર્શ માની ગોઠવાતી દરેક વ્યવસ્થાના લૂ-પોલ હોવાના જ, તેના એડવાન્ટેજ લેવાવાળા પણ હોવાના જ. મુંબઈ માફિયા ડોક્યુમેન્ટરીનું મહત્વ અવશ્ય છે છતાં ઝીણવટ તેમજ અભ્યાસપૂર્ણ રીતે જૂઓ તો આ ડોક્યુમેન્ટરીમાં બે બાબતની નોંધ લેવાઈ જાય છે. એક, આખી ડોક્યુમેન્ટરીમાં ક્યાંય દયા નાયકનો નામ પૂરતો પણ ઉલ્લેખ થયો નથી. બીજી વાત એ કે દાઉદ ગેંગ સામે પડીને માયા ડોળસ, દિલીપ બુવા જેવા ગેંગસ્ટોરોનો ખાતમો કરનારા એ. એ. ખાન નામના પોલીસ અધિકારીએ એન્કાઉન્ટરથી થતી સાફસૂફીનો સખત વિરોધ ર્ક્યો હતો. એટલું જ નહીં, વિરોધ દર્શાવવા તેમણે રાજીનામું આપીને પોલીસ ખાતામાંથી વહેલી નિવૃતિ લઈ લીધી હતી. આફતાબ અહેમદ ખાન કદાચ, દાઉદ ગેંગ માટે કામ કરતાં યા એક ચોક્કસ લોકોના એન્કાઉન્ટર કરવામાં વિશ્વાસ ધરાવતા નહોતાં, એવું આપણે માનવું રહ્યું કારણકે માયા ડોળસ કે દિલીપ બુવા (દાઉદના ટોપ-ટેન ખાસ ગણનારામાંનો એક હતો) ના એન્કાઉન્ટર કરનારાં એ. એ. ખાન પછી માનવતા દુહાઈ દેવા લાગ્યા હતા.
મુંબઈ માફિયા ડોક્યુમેન્ટરી ઓવરઓલ એક નોંધનીય દસ્તાવેજ તો છે જ.
વધ: લાચારીનો લોહિયાળ ઉકેલ
2004માં મકરંદ દેશપાંડેએ બનાવેલી, મનોજ બાજપાઈ-સોનાલી કુલકર્ણી અભિનીત એક ફિલ્મ આવી હતી : હનન. 2022માં સંજય મિશ્રા અને નીના ગુપ્તાની ફિલ્મ આવી, તેનું નામ છે : વધ.
હનન અને વધ. આમ જૂઓ તો તેનો અર્થ હત્યા (મર્ડર, કાસળ) જ થાય છે કે પણ તેની અર્થછાયા અલગ છે. દશેરાએ રાવણનું હનન થાય છે અને મહાકાળી માતા રાક્ષ્ાસોનો વધ કરે છે… મતલબ જેમાં પોતાના કરતાં બીજાનું ભલું થવાનો ઉેશ હોય તો એ હત્યા નથી પણ હનન યા વધ હોય છે કાયદો ભલે તેને ગુનો ગણે પણ સામાજીક ષ્ટિકોણથી એ હીન કે ક્રૂર કે હિંસાત્મક પગલું નથી ગણાતું. ગ્વાલિયરમાં રહેતાં બુઝુર્ગ દંપતી શંભુનાથ મિશ્રા (સંજય મિશ્રા) અને મંજુ મિશ્રા (નીના ગુપ્તા) ની જિંદગી પણ હવે આખરી પડાવ છે. શંભુનાથ પ્રાઈવેટ ટયૂશન કરાવે છે અને અતિ ધાર્મિક પત્ની મંજૂ ગોઠણના દુ:ખાવા છતાં અગાસીમાં તુલસીની પૂજા કરવા રોડ ચડઉતર કરે છે.
પતિ-પત્નીનો એકમાત્ર પુત્ર અમેરિકા ભણવા જઈને સેટ થઈ બચ્ચરવાળ બની ગયો છે. પિતાએ દેણું કરીને, તેને અમેરિકા મોકલ્યો છે અને તેના વ્યાજ-હપ્તા ભરી રહ્યો છે પરંતુ પુત્રને મા-બાપની હવે બહુ પરવાહ નથી. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે પતિ શંભુનાથના હાથે વ્યાજ વસુલવા આવતા શખ્સનો વધ થઈ જાય છે પણ… પત્ની અને પોલીસ તેને હત્યા ગણી રહ્યા છે. પત્ની પણ ગુનેગાર માનતી હોવાથી હતાશ શંભુનાથ એક દિવસ પોલીસ સ્ટેશનમાં જઈને કબુલી લે છે કે…
વધ એક ક્યૂટ ફિલ્મ છે. મિશ્રા દંપતી માટે આપણને સતત સહાનુભૂતિ થાય છે અને એ ડિરેકટર- રાઈટર જશપાલસિંહ સંધુ અને રાજીવ બરનાલની જ સફળતા છે. સંજય મિશ્રાની કાબેલિયત શંકાથી પર છે અને નીના ગુપ્તા પણ યોગ્ય કાસ્ટીંગ છે. ફિલ્મ સરસ છે. વૃધ્ધોની પોતાના સામેની અને પરિસ્થિતિઓ સામેની લાચારી ઉડીને આંખે વળગે છે.